અઢળક લોકોની સેવા થકી! આજે ધૈર્યરાજસિંહ નવજીવન મળ્યું! મુંબઈમાં આજે અપાયુ ઇન્જેક્શ.
ખરેખર જો દરેક મનુષ્ય એક થઇ જાય તો મોટામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો અશક્ય નથી! આમ પણ બીજાનાં દુઃખનું દર્દ જો મનુષ્ય સમજી શકે તો કેટલાક વ્યક્તિઓનું જીવન ધન્ય બની જાય છે. આવું જ ગુજરાતમાં હાલાં બન્યું હતું એક નવજાત બાળકને બચાવવા અનેક લોકોએ ખોબલો ભરી ભરીને દાન આપ્યું છે.
તમામ લોકોની સેવા થકિ આજે ધૈર્યરાજસિંહને નવજીવન મળશે.SMA નામની ગંભીર બીમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર શરૂ થઈ ગઈ છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ધૈર્યરાજની સારવાર કરવામાં આવી રહી છે અને વિદેશથી 16 કરોડ રૂપિયાનું ઈંજકેશન પણ મંગાવવામાં આવ્યું છે. અમેરિકાથી ધૈર્યરાજ માટે ઈંજેક્શન આવી ગયું છે અને આજે તેને ઈંજેક્શન આપવામાં આવશે.
કેન્દ્ર સરકારમાં બંદર અને વહાણવટા ખાતાનો સ્વતંત્ર પ્રભાર ધરાવતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું:કુમાર ધૈર્યરાજસિંહના ઇલાજને સફળ બનાવવા ભારત સરકાર દ્વારા રૂપિયા છ કરોડની આયાતડ્યૂટી માફ કરવામાં આવી છે.”
“કુમાર ધૈર્યરાજસિંહને ઉત્તમ સારવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ તથા મારી ભલામણ સ્વીકારવા બદલ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીનો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો.ચેતાકોષોમાં ખામીને કારણે થતા આ રોગને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રૉફી) તરીકે ઓળખવામાં આવે છે.” આ બીમારીને કારણે બાળકની ડોક સીધી નથી રહેતી. તે બરાબર બેસી નથી શકતું અને પ્રવાહી લેવામાં મુશ્કેલી પડે છે. આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તો બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.