આજે છે સોમવતી અમાસ!ક્યારેય ન ભૂલશો આ દિવસને, જાણો કેટલું ફળ મળે છે એ દિવસનું.
આપણા હિન્દૂ ધર્મમાં સોમવતી અમાસનું અનેરું મહત્વ છે, દરેક સ્ત્રીઓ આ દિવસને ક્યારે ન ભૂલવો જોઈએ કારણ કે, સૌભાગ્યની રક્ષા તેમજ જીવનમાં સુખ સમૃદ્ધિ અર્થે આ દિવસ શુભ માનવામાં આવ્યો છે, ચાલો આ દિવસ વિશે આપણે વધુ જાણીએ.
સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે. પરિણીત મહિલાઓ આ દિવસે પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે મૌન વ્રત લેવાથી હજારો ગાયોના દાન જેટલું ફળ મળે છે.
આ દિવસે સ્ત્રીઓ પીપળાના વૃક્ષનું દૂધ, જળ, ફૂલ, અક્ષત અને ચંદન દ્વારા પૂજન કરે છે. સોમવતી અમાસે પિતૃઓને તર્પણની સાથે સાથે યજ્ઞનું પણ વિષેશ મહત્વ છે. માન્યતા છે કે પિતૃઓને જળ દેવાથી તેમને તૃપ્તી પ્રાપ્ત થાય છે.સોમવતી અમાસના દિવસે તુલસીની 108 પરિક્રમા કરવાથી પુણ્ય મળે છે. સૂર્યનારાયણની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે તેમજ ધનની વૃદ્ધિ થાય છે.
હાભારતમાં ભીષ્મે યુધિષ્ઠિરને આ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, ‘આ દિવસે જે વ્યક્તિ પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાના પિતૃઓને તર્પણ કરે તેમના પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે. તેમજ આવા વ્યક્તિના તમામ દુખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધી મળે છે.