એક અભણ ગેરેજ વાળા એ બનાવી નાખ્યુ હેલીકોપ્ટર જુવો..
મેડ ઇન બિહાર હેલિકોપ્ટરના નિર્માતા અમરજીત પાસવાન, જેમણે કરોડોની ઠુકરાવી દીધી હતી, ગોપાલગંજ જિલ્લાના બરૌલી બ્લોકના બેલસંદ ગામનો રહેવાસી અમરજીત માંઝી આજકાલ હેલિકોપ્ટર બનાવવામાં વ્યસ્ત છે. અમરજીત અભણ છે પણ તેની જ્ઞાન મા કમી નથી જીવનનું એકમાત્ર લક્ષ્ય હેલિકોપ્ટર બનાવવું અને તેને ઉડાડવાનું છે.
બિહારના અમરજીત પાસવાને સખત મહેનતના આધારે હેલિકોપ્ટર બનાવવાની શરુવાત કરી હતી અને 1 વર્ષથી વધુ સમયથી હેલિકોપ્ટર બનાવવાની કામગીરીમાં કરી રહ્યા છે. તેને ભારતની બહારથી પણ ઓફર્સ મળી, પણ અમરજીત બાબુએ દેશ માટે કંઇક કરવાના ઉત્સાહથી સખત મહેનત કરી રહ્યા છે. ગોપાલગંજના નાના ગામ ભીલસાડમાં રહેતી વખતે તેણે આ સ્વપ્ન જોયું હતું, અને જ્યારે તેના પિતાએ હેલિકોપ્ટર ઉડાવવા વિશે પૂછ્યું ત્યારે તેણે પહેલા મિનિ હેલિકોપ્ટર ઉડાવીને પિતાને બતાવ્યું અને આમ માતા-પિતાને ખાતરી આપી.
પહેલા અમરજીત મિકેનિક તરીકે કામ કરતો હતો અને ત્યારબાદ તે દુબઈ ગયો અને ત્યાં તેને કામની મજા ન આવી, પછી તે પાછો આવ્યો અને તેની માતાને કહ્યું કે મારે હેલિકોપ્ટર બનાવીને ઉડાડવુ છે, ત્યારે માતા એ કીધું કે આપણે ગરીબ છીએ આ કેવી રીતે કરીશુ ?? ત્યારે પાસવાને તેને સમજાવ્યું હતુ કે હુ મહેનત થી બનાવીશ અને ઓછા ખર્ચે. પાસવાને ને નાનપણથી જ મીકેનીક કામ ની ખુબ રસ હતો અને તે વાહનો રીપેર કરતો હાલ તે એક હેલીકોપ્ટર બનાવી રહ્યો છે.