Entertainment

એક સમયે સીઝનલ સ્ટોર અને મેડીકલમાં કામ કરીને પોતાનું જીવન વિતાવ્યું સંજય ગોરડીયા આ રિતે બન્યા રંગભૂમિના સૌથી મહાન કલાકાર! ભણેલા નોહતા છતાંય…

ગુજરાતી રંગ ભૂમિના એવા કલાકાર વિશે વાત કરીશું જેઓ ક્યારેય શાળા નોહતા ગયા અને નાટક લાઈનમાં ભાષાનું જ્ઞાન ખુબ જ જરૂરી છે પરંતુ હું ભણેલો નહોતો એટલે ગુજરાતી ભાષા પર મારો કમાન્ડ નહોતો. શરૂઆતમાં મને ‘શ, સ અને ષ’ વચ્ચેનો ભેદ પણ ખબર નહોતી.સમય જતાં ધીરે ધીરે તેમને પોતાની આવડત થી સફળતા મેળવી અને આજે તેઓ ગુજરાતી નાટકો અને ફિલ્મોના હાસ્ય કલાકાર તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવીછે, ટૂંકમાં રમેશ મહેતા ની જેમ તેઓ ફિલ્મમાં ખૂબ જ હંસાવે છે. આ કલાકાર એટલે સંજય ગોરડીયા.

સંજયભાઈના જ્યારે પણ મળો ત્યારે એક નોખા પ્રકારનું હાસ્ય તેમના ચહેરા પર હમેંશા છલકાતું જ હોય. સતત વ્યસ્તતા વચ્ચે ટેન્શનને હસી કાઢવાની તેમની આવડતમાં ક્યાંકને ક્યાંક તેમની અંદરનું બાળક હજીયે દોડાદોડ કરતું આપણને દેખાઇ જાય… ભલે સંજયભાઈ પ્રોડ્યુસર-ઍક્ટર તરીકે છવાયેલા હોય, પણ રિયલ લાઇફમાં તેઓ ઘણાબધા રોલ નિભાવ્યા છે અને નિભાવે છે.એસ.સી.સી. ૪૫ ટકા સાથે પાસ કર્યા પછી તેઓ દિવાળીમાં ફટાકડાની દુકાનમાં, ગણપતિના તહેવારમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં સીઝનલ જૉબ કરી લેતા. મહિનાના અંતે ૧૦૦ રૂપિયા મળે. ભણતર બહુ નહીં, પણ નવું શીખવાની ધગશ ખરી.

માહિમમાં ‘લાબેલા મેડિકલ સ્ટોર’માં ૧૧૦ રૂપિયાના પગારની નોકરી મળી ત્યારે તો તેઓ રાજીના રેડ થઈ ગયા હતા. અંગ્રેજીમાં પાછા ‘ઢ’ એટલે ઢગલાબંધ નાનાં-નાનાં કામ જેવાં કે દુકાનની ઝાપટ-ઝૂપટ, ઝાડુ કાઢવાની સાથે પાણી-ચા-નાસ્તો લાવવાનું કામ પણ કરવા પડતા.આ જ સંજય ગોરડીયાએ રંગમંચના બેતાજ બાદશાહ અને કોમેડી કિંગની ઉપાધિ મેળવી ચુકેલ સંજય ગોરડિયાએ તેમની ડાયરેક્ટરની કારકીર્દી દરમિયાન સમાજને સંદેશ આપતાં અનેક નાટકો બનાવ્યા છે. સંજય ગોરડિયાએ ફિલ્મીકાફે સાથેની મુલાકાતમાં તેમના જીવનના અનેક સંસ્મરણો વાગોળ્યા હતા.શરૂઆતમાં રંગમંચમાં ખુબ જ સંઘર્ષ કર્યો. શરૂઆતમાં નાટક કરવા જતો હતો ત્યારે પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરવો પડતો હતો.

આ ક્ષેત્રમાં હું એક્ટર બનવા આવ્યો હતો, પરંતુ મારાથી સારા દેખાતા લોકોને મેં જોયા તો પ્રોડ્યુસર બનાવનું નક્કી કરી લીધું. પ્રોડ્યુસર બન્યો તેની વચ્ચે મ્યુઝીક ઓપરેટર, બેક સ્ટેજ વર્ક બધુ જ કર્યું. ટુ જીવનમાં પૈસા કમાવવા માટે રંગમંચ શરૂ નહોતું કર્યું. અભિનય એમનો મારો શોખ હતો. આખરેજેટલા પણ નાટકો કર્યા છે એ બધા જ મોટાભાગના કોમેડી છે. લોકોને એ નાટકો ગમ્યા છે અને મારું કામ ગમ્યુ છે. પરંતુ એક્ટિંગ કરતાં મારુ પ્રોડ્યુસરનું કામ વધુ મોટું છે. મે 95 જેટલા નાટકો પ્રોડ્યુસ કર્યા છે. જેમાં મોટાભાગના નાટકો સમાજને સંદેશ આપતાં હોય તેવા બનાવ્યા છે.

એક નાટક હતુ ‘બા રિટાયર થાય છે’ તેમાં બાની ઉપેક્ષા કરવામાં આવે છે. બા રિટાયર થવા માટેનું એલાન કરે છે અને ત્યાર બાદ ઘરમાં જે સ્થિતિ ઉભી થાય છે તેનો ઉલ્લેખ છે આ નાટકમાં. આ નાટકના થોડાક દિવસ બાદ મેં ‘બા એ મારી બાઉન્ડ્રી’ નામનું બીજુ નાટક કર્યું હતું. સંજય ગોરડિયનાં જીવનના સૌથી શ્રેષ્ઠ નાટકો વિશે વાત કરતાં કહ્યું કે, બે નાટકો મારા દિલની સૌથી નજીક છે. એક છે ‘બા રિટાયર્ડ થાય છે’. આ નાટક  જીવનનું પ્રથમ નાટક હતું જે સુપરહીટ રહ્યું હતું.  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતીમાં મેં માત્ર એક જ ફિલ્મ કરી છે ‘વેન્ટિલેટર’.ન ઘણી ફિલ્મોની ઓફર થઈ પણ કોઈ વખત સ્ક્રિપ્ટ સારી ન હોય, કે પછી પ્રોડ્યુસર કે ડિરેક્ટર બરાબર ન હોય, આજુબાજુના કલાકારો બરાબર ન હોય.તેઓ  વિનોદ ભટ્ટ કે તારક મહેતાની જો બાયોપિક બને છે તો હું તેમનું પાત્ર ભજવવાની ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!