એક સમય ની લેડી સિંઘમ આ મહિલાએ ખોવાયેલા 766 બાળકો ને શોધી કાઢ્યાં હતા.
આજે આપણા દેશ મા મહિલા અને પુરુષો વચ્ચે ભેદ નથી રહ્યો દરેક કામ મહિલા કરી રહી છે જે પુરુષ કરે છે અને પોલીસ ખાતા મા પણ મહીલા ઓ ઉચા પદ માટે સિલેક્ટ થાય છે. આજે એક એવી જ મહિલા ની વાત કરવી છે કે જેના થી એક સમયે ગુંડા ઓ નો પરસેવો છુટી જતો.
આ વાત કરવા માટે આપણે થોડા પાછલા વર્ષો મા નજર નાખવી પડશે કેમ કે વાત થોડી જુની છે. આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ પોલીસ અધિક્ષક મમતા બોરાનું છે. 2005 સુધીમાં, પી.પી.એસ. અધિકારી બોરાએ નૈનિતાલ, ઉધમસિંહ નગર અને દહેરાદૂનમાં સી.ઓ. અને અધિક પોલીસ અધિક્ષકની જવાબદારી સંભાળી છે. ઘણાં લોકપ્રિય કેસોની તપાસમાં મમતા બોરાની ક્ષમતાઓનું ઉત્તમ પ્રદર્શન કોઈથી છુપાયેલું નથી.
જે.પી.જોશી બળા-ત્કાર કેસ, સાંગવાન જાતીય શોષણ, હરિયાણાના પૂર્વ સાંસદનો પુત્ર, ઉપરાંત ટિહરીમાં ચૌરસ પુલ પડી જવાના કેસની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી હતી. આ કેસમાં 13 અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ચાર્જશીટ મોકલી હતી. રૂબી ચૌધરીની એલબીએસ એકેડેમીમાં નકલી તાલીમાર્થી આઇ.એ.એસ. પ્રકરણ ની તપાસ તેમની દ્વારા કરવામાં આવી હતી.
ગૃહમંત્રી રાજનાથસિંહે ઓપરેશન સ્માઇલ અંતર્ગત રાજ્યભરમાં ગુમ થયેલ 766 બાળકોની પુનપ્રાપ્તિ પર દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું. હાલમાં નારી નિકેતનથી ગયેલા કેદીઓની ચકાસણી માટે રચાયેલી ટીમમાં મમતા બોરાનો સમાવેશ થાય છે.
બોરા કહે છે કે દરેક સ્તરે મહિલાઓને આદર અને સ્વતંત્રતાની જરૂર હોય છે. મહિલા દિવસ પર માત્ર યાદ રાખવાનું બનતું નથી. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને કેટલી સ્વતંત્રતા છે? તે કોઈથી છુપાયેલ નથી. આ વિચારસરણીને બદલવાની જરૂર છે.