કુદરત નો કહેર ? 11 દીવસ નુ બાળક થયુ કોરોના સંક્રમીત
કોરોના ની બીજી લહેર ખુબ ઘાતક બની રહી છે સુરત જેવા મોટા સીટી મા હાલત ખરાબ છે.સંક્રમણ એટલુ વધી રહ્યુ છે કે હવે નાના બાળકો પણ કરોના પોઝીટીવ આવી રહ્યા છે.
તાજેતર મા જ જાણવા મળતી વિગતો અનુસાર એક 11 દીવસ નુ બાળક કોરોના પોઝિટીવ થયુ છે. આ બાળક નો જન્મ 1એપ્રીલ ના રોજ સુરત ના ડાયમંડ હોસ્પીટલ મા થયો હતો. એકા એક બાળક ની તબિયત લથડતા ડોક્ટર ને શંકા જતા તેનો એક્સરે રીપોર્ટ કરવામા આવ્યો હતો તેના દ્વારા જાણવા મળ્યુ હતુ કે બાળક કરોના સંક્રમીત છે. બાળક ને ખાસી જેવા લક્ષણો પણ છે અને બાળક ને બચાવવા માટે ખાસ ઈન્જેકશન રેમેડીસીવ આપવામા આવ્યુ હતુ.
આપને જણાવી દઈ એ કે રેમેડીસીવ ઈન્જેકશન કોરોના સંક્રમીત દર્દી ઓ માટે ખાસ છે અને તેવો ને આપવામા આવે છે હાલ તેના કાળા બજારીઓ વધી ગયા છે અને મુખ્યમંત્રી એ માનવા રાખવા માટે અપીલ પણ કરી છે.