કોરોનાની મહામારીમાં સરકારે ભારતની 16 વર્ષ જૂની નીતિ તોડી.
કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા અનેક નીતિ નિયમો તેમજ નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે હાલમાં જ ભારત એ પોતાનજ 16 વર્ષ જૂની નીતિ તોડવી પડી જેનું એક માત્ર કારણ હતું કોરોના ની મહામારી.ચાલો ત્યારે જાણીએ મેં આખરે આ નીતિ શુ છે જે 16 વર્ષ સુધી કોઈએ ઉલઘન ન કરી.
16 વર્ષ પહેલા સુધી ભારત વિદેશી મદદ લેતું રહ્યું હતું. ભારતે ઉત્તરકાશી ભૂકંપ (1991), લાતૂર ભૂકંપ (1993), ગુજરાત ભૂકંપ (2001), બંગાળ ચક્રવાત (2002) અને બિહાર પૂર (જુલાઈ 2004) દરમિયાન બીજા દેશોની મદદ સ્વીકારી હતી. જોકે, ડિસેમ્બર 2004ની સુનામી પછી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, ‘અમને લાગે છે હવે આપણે આપણા દમ પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ અને જરૂર પડવા પર જ અમે તેમની મદ લઈશું.’ મનમોહન સિંહનું આ સ્ટેટમેન્ટ ભારતની ડિઝાસ્ટર હેલ્પ પોલિસીને લઈને ‘ઐતિહાસિક ક્ષણ’ હતી.
કોરોના મહામારીથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓને પગલે ભારતને પોતાની 16 વર્ષ જૂની નીતિને બદલવી પડી છે. કોરોના સંકટને કારણે ઓક્સિજન અને અન્ય આરોગ્ય માળખું ડામાડોળ થયા બાદ ભારતે વિદેશોમાંથી ભેટ, દાન અને મદદ સ્વીકાર કરવાનું શરૂ કર્યું છે.
મોદી સરકારનું આ પગલું છેલ્લા 16 વર્ષથી અપનાવાયેલી એ નીતિથી ઉલટું છે, જેમાં ભારત પોતાની આત્મનિર્ભરતા અને પોતાની ઊભરતી શક્તિવાળી છબિ પર ભાર આપતું રહ્યું છે. કેમકે, મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે વિદેશી સ્ત્રોતો પાસેથી મદદ ન લેવાનો નિર્ણય કર્યો હતો.