Religious

જાણો વિષ્ણુ પુરાણ મુજબ કલિયુગમાં કેવી ભયાનક આપત્તિઓ થી મનુષ્ય પીડાશે.

કહેવાય છે કે, કળિયુગમાં કલકી અવતાર આવશે જે સમગ્ર પૃથ્વીનું નવનિર્માણ કરશે. આપણા અનેક વેદો અને પુરાણોમાં કલિયુગમાં કેવો કહેર હશે તેના વિશે ઉલ્લેખ કર્યો છે. આજે આપણે જાણીશું કે, વિષ્ણુ પુરાણ મુજબ ભગવાન શુ કહ્યું છે અને કલિયુગમાં કેવા પ્રલય આવશે.

મહર્ષિ વ્યાસજીના પિતા શ્રી પરાશર જી, શ્રી મૈત્રેયીજી પાસેથી કળિયુગના સ્વરૂપનું વર્ણન કરે છે,એ સમય એવી આવશે જ્યારે લોકો ભૂતોને દેવ તરીકે પૂજા કરશે.પાખંડ ઉભો કરતા અધર્મોને સંત તરીકે પૂજવામાં આવશે.

હાલમાં જેમ પૈસા પરમેશ્વર છે તેમ કળિયુગમાં લોકોને ઓછી માત્રામાં ધનવાન હોવાનો ગર્વ થશે. માત્ર ધનિક વ્યક્તિને આદરણીય માનવામાં આવશે અને માણસના અન્ય ગુણો ગૌણ બની જશે.

સ્ત્રીઓ ફક્ત વાળ દ્વારા સુંદરતાનો ગર્વ અનુભવશે, તેનું પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે. સૌથી પૈસાનો વ્યવ પોતાનું ઘર વસાવામાં થશે. દુકાળને લીધે ખેડુતો આત્મહત્યા કરશે. તમે વાંચ્યું અને સાંભળ્યું જ હશે કે દર વર્ષે દુષ્કાળ અને દુકાળને લીધે ઘણા ખેડુતો આત્મહત્યા કરે છે. કળિયુગમાં લોકો સ્નાન કર્યા વિના જ ખાશે. લોકો કોઈપણ રીતે તેમનું પેટ ભરશે. લોકો ભગવાનને અર્પણ કર્યા વિના જ ભોજન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!