નિઃસ્વાર્થ સેવાભાવે સેવા કરતા પત્નીમાં ઘરેણાં વેંચીને ઓટો રિક્ષાને એમ્બ્યુલન્સ બનાવી.
આ એવો અવસર છે, જ્યાં ઈશ્વર તમને નિમિત્ત માત્ર બનાવીને સદકાર્યો કરાવે છે. આ સમયમાં સેવા જ મોટો ધર્મ છે. કહેવાય છે ને કે જ્યાં રોટલા નો ટૂંકડો ત્યાં હરિ ઢુંકડો. માનવ સેવા એજ પ્રભુ સેવા. આ વાત ને એક વ્યક્તિ શું અનેક વ્યક્તિઓ સાર્થક કરી રહ્યા છે.
કોરોનાની મહામારીમાં અનેક લોકો પ્રાણની રક્ષા કર્યા વગર આવા સંકટના સમયમાં ઘણા દેશ ભારતની મદદ માટે સામે આવી રહ્યા છે, સાથે જ અન્ય લોકો પણ તન, મન અને ધનથી સેવા કરવામાં લાગી ગયા છે.
તન, મનથી અને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે અને માણસાઈનું ઉદાહરણ આપી રહ્યા છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં એક સુંદર અને વિચલિત મનને શાંત કરનારી તસવીર સામે આવી છે, જે બધા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. ભોપાલમાં એક ઓટો ચાલકે પોતાની ઓટો રિક્ષાને એમ્બ્યુલન્સમાં બદલી દીધી છે.
ઓટો ચાલક જાવેદ ખાનનું કહેવું છે કે તેણે ટી.વી. અને સોશિયલ મીડિયા પર જોયું કે રાજ્યમાં કેવી ગંભીર સ્થિતિ છે અને એમ્બ્યુલન્સ અને ઓક્સિજનના અભાવે લોકો દર્દીઓને હૉસ્પિટલ લઈ જઈ શકતા નથી. એટલે મેં પોતાની ઓટો રિક્ષાને ઓક્સિજનથી લેસ એમ્બ્યુલન્સમાં બદલી દીધી છે. જાવેદ ખાન જણાવે છે કે તેનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાયરલ છે. તે મફતમાં હૉસ્પિટલે લઈને જાય છે.
જાવેદે જણાવ્યું કે આ કામ માટે મેં પોતાની પત્નીના ઘરેણાં વેચી દીધા અને ત્યારબાદ હું એક ઑક્સિજન કેન્દ્ર બહાર લાઇનમાં ઊભો રહ્યો અને એક સિલિન્ડર ભરાવીને પોતાની ઓટો રિક્ષામાં મૂકી દીધો. તે આ કામ છેલ્લા 15-20 દિવસથી કરી રહ્યો છે અને અત્યાર સુધી 9 ગંભીર દર્દીઓને હૉસ્પિટલ લઈને જઈ ચૂક્યો છે.