Gujarat

નેરાણા ધામનાં પરમ પૂજ્ય શ્રી પુતી આઈમાં બ્રહ્મ લિન થયા.

ઈશ્વર ઇચ્છા બળવાન છે, આજનો દિવસ સમગ્ર મહેર સમાજ તેમજ સર્વે ભાવિ ભક્તજનો અને ચારણ સમાજ અને માં સોનલ બાઈના તમામ ઉપાસકો માટે ખૂબ જ કપરો દિવસ છે, કારણ કે આજનાં દિવસે પોરબંદર નેરાણા સોનલ ધામના પરમ પૂજ્ય શ્રી પુતી આઈમાં જેમણે સદાય પોતાનું જીવન માં સોનલમાં નું જાપ કરીને વિતાવ્યું છે, તેમજ અનેક દુઃખીયાઓના દુઃખ કર્યા છે તે જગત જનની માં શક્તિનો સાક્ષત અવતાર એવા મા આજે આપણે સૌને છોડીને ચાલ્યા ગયા ત્યારે હ્દય ધ્રુસકે ધૂસકે રૂંવે છે.

આજે સમી સાંજમાં સમયે જાણવા મળ્યું છે કે, મા શક્તિનો સાક્ષત અવતાર અને પરમ ઉપાસમ પોરબંદરના નેરાણા સોનલ ધામનાં પુતી આઈમાં આજે દેવલોક સીધાવ્યા છે. ત્યારે સૌ ભક્ત જનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.માત્ર મહેર સમાજમાં જ નહીં પરતું તેઓ સર્વે જીવોની કલ્યાણ કર્યું છે, સદાય લોકોની સેવામાં તેમનું જીવન પસાર થયું છે, અનેક લોકોને આશીર્વાદ આપ્યા છે.

પરમ પૂજ્ય શ્રી પુતી આઈ મા નાં સ્વર્ગ ગમનથી આપણે સૌ પ્રાર્થના કરીએ કે સદાય મા પુતી આઈની કૃપા દ્રષ્ટી આપના ઉપર રહે અને આપણા તેમના અર્પેલ સંદેશ અને તેમના વચનો અને ટેક પર અને તેમના દ્વારા સિંધેલ માર્ગ પર ચાલિશું. આજે ખરેખર નેરાણા ધામ સૂનું થઈ ગયું છે, એને તો જાણે પોતાની માં ગુમાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!