પતિ એ પત્નીને જન્મદિવસ પર ભેટમાં આપેલ ફોનએ પત્નીનો જીવ લીધો! જાણો કંઈ રીતે આવું બન્યું.
ઘણા લોકોને રાત્રે સૂતી વખતે બાજુમાં મોબાઈલ ચાર્જમાં રાખી મુકવાની આદત હોય છે. આ આદત અંગે ઘણી વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવી આદત ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
ખરેખર જો તમને કોઇ પ્રેમ થી ગિફ્ટ આપે અને એજ ગિફ્ટ તમારા મોતનું કારણ બની જાય તો કેવું થશે? વિચારવા જેવું જ નથી કારણ કે, ખરેખર કોઈ વ્યક્તિ ન ઇચ્છતું હોય કે તેમની સરપ્રાઇઝ તેમની મૃત્યુ બની જાય. હાલમાં જ એક એવી ઘટના ઘટી જેમાં પતિ એ પોતાની પત્નીને સરપ્રાઈઝ આપી પરતું એ સરપ્રાઇઝ જ લીધે તેનું મૃત્યુ થઈ ગયું. વાત જાણે એમ છે.
થાઈલેન્ડમાં 54 વર્ષના વૃદ્ધાનું વીજ શોક લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ શોક તેમનો નવો ફોન ચાર્જ થઈ રહ્યો હતો, ત્યારે લાગ્યો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આ મહિલાનું નામ યુએન સાઈનપ્રસર્ટ હતું. તે પૂર્વોત્તર થાઇલેન્ડના ઉડોન થાની પ્રાંતના રહેવાસી હતા. થોડા દિવસ પહેલા તેમનો જન્મદિવ હતો. જેથી તેમના પતિ પ્રાઈવન સાઈનપ્રસર્ટ (54)એ તેને ભેટ સ્વરૂપે સ્માર્ટફોન આપ્યો
ડેઇલી મેઇલના ન્યુઝ રિપોર્ટ્સ મુજબ પતિને પત્નીનો મૃતદેહ તેની પથારી પર મળ્યો હતો. તેના હાથ ઉપર દાઝ્યાના નિશાન હતા. આ નિશાન વીજ પ્રવાહના કારણે પડ્યા હોવાનું ફલિત થાય છે. મૃતક મહિલાના પતિએ આ ભયંકર ઘટના અંગે વેબસાઈટને કહ્યું હતું કે, તે મોટાભાગે પોતાના ફોનમાં વીડિયો ગેમ રમીને સાંજ વિતાવતી હતી. પરંતુ ફોન ચાર્જ કરતી વખતે ગેમ રમવાથી આવા ભયંકર પરિણામોની અપેક્ષા નોહતી.