Gujarat

પશુ આહાર ની બોરી ખોલી પોલીસે જોયુ તો પોલીસ પણ ચોકી ગઈ, લાખો રુપિયા નો દારુ નીકળ્યો

ગુજરાત મા દારુબંધી છે આના કારણે અન્ય રાજ્યો માથી આવતા મોટા વાહનો મા દારુ ની તસ્કરી કરી ગુજરાત મા પહોચાડવામા આવે છે અને ગુજરાત મા રોજ ક્યાય ના ક્યાય દારુ પકડાતો હોય છે. અને બુટલેગરો દારુ ની હેરફેર કરવા એવા આઈડીયા અપનાવતા હોય કે આપણે પણ વિચાર મા પડી જઈએ. આવુ જ ભાવનગર મા પણ બન્યુ.

ભાવનગર મા મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસન ને ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનથી પશુ-આહારની બોરીની આડમાં છૂપાવી લવાતા મસમોટા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૧,૯૦૪ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૩૯,૭૫,૨૦૪/- ના મુદ્દામાલ સાથે બે આરોપી ને પકડી પાડ્યા હતા.

આ ઉપરાંત ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ: ૧૧,૯૦૪ કિ.રૂ.૧૧,૯૦,૪૦૦/- તેમજ ટ્રક-ટ્રેલર ની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/ તથા ૩ મોબાઇલ ફોન કિ.રૂ.૬૦૦૦/- તથા પશુ-આહાર કિ.રૂ.૨,૭૮,૮૦૪/ મળી કુલ કિ.રૂ.૩૯,૭૫,૨૦૪/- અને પકડાયેલા આરોપી નુ નામ ગજાનન હર્ષારામ જાટ ઉ.વ.૨૧ રહે- ખિરોડ રાજસ્થાન૨-સતવીર હરફુલસીગ જાટ ઉ.વ.૩૦. રહે. ધમૉરા રાજસ્થાન ના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!