Gujarat

પિતાનાં અવસાન ખબર મળવા છતાં ડોક્ટરે 10 કલાક સુધી દર્દીની સારવાર કરીને જીવ બચાવ્યો.

ભગવાન તો સ્વંયમ નથી આવી શકતાં પરતું તેમના રૂપમાં હાલમાં ડૉક્ટર્સ અને કોરોના વોરિયર્સ દિવસ રાત ખડે પગે રહીને ફરજ બજાવી રહ્યા છે. ઘણા લોકો એવા પણ છે કે, પોતાનું દુઃખ દર્દ ભૂલીને બીજાનું દુઃખ દૂર કરવા તત્પર રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે. એક ડોકટરના પીતાનું અવસાન થયુ હોવા છતાં બીજા દર્દીની જાન બચવવા હોસ્પિટલમાં જઈને તેની સારવાર કરી

youtube.com

.

રિપોર્ટ અનુસાર સુરતની જનરલ હોસ્પિટલમાં ICU વોર્ડમાં ડૉક્ટર ધર્મેશ ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. 21 એપ્રિલના રોજ ડોક્ટર ધર્મેશ જ્યારે જનરલ હોસ્પિટલના ICUમાં ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે તેમના પરિવારના સભ્યોનો ફોન આવ્યો અને જાણવા મળ્યું હતું કે, તેમના પિતા છગનભાઈ ચૌહાણનું 58 વર્ષની વયે નિધન થયું છે.

પિતાના મોતના સમાચાર સાંભળ્યા બાદ પણ ડોક્ટર ધર્મેશ કઈ પણ વિચાર કર્યા વગર દર્દીનો જીવ બચાવવા માટે 10 કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીઓની સારવાર કરતા રહ્યા હતા. કારણ કે, સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત ખૂબ જ ખરાબ હતી અને એક તરફ પિતાનું મૃત્યુનું દુઃખ હતું અને બીજી તરફ પોતાની ફરજ હતી.

ડૉક્ટર પોતાની ફરજને નિષ્ઠાથી નિભાવીએ અને રડતી આંખો એ દર્દીઓની 10 કલાક સુધી સારવાર કરી અને તેઓ સવારે આઠ વાગ્યે દર્દીની સારવાર પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે ગયા હતા.10 કલાક સુધી પોતાના હૃદય પર પથ્થર મૂકીને ફરજ બજાવી હતી અને તે પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ પિતાની અંતિમવિધિ કરવા માટે ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!