બ્રેઈન ડેડ થતા 60 વર્ષીય કાંતિભાઈ ના અંગો નુ દાન કરાયુ, ત્રણ લોકો મળ્યુ નવુ જીવન , પરીવારે સલામ કરી
હાલ ના સમય મા બ્રેઈન ડેડ થયા બાદ પરીવાર જનો દ્વારા અંગો નુ દાન કરવામા આવતુ હોય છે તાજેતર મા સુરત મા આવા બે ત્રણ બ્રેઈન ડેડ પેશિયંટ ના અંગો નુ દાન કરાયુ હતુ ત્યારે બાદ ભરુચના પરીવારે પણ આ માનવાતા ભર્યો નિર્ણય લીધો હતો.
સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન રાયમાં ગામ નજીક તેઓનો અકસ્માત સર્જાયો હતો. આથી તેઓને પ્રાથમિક સારવાર હાંસોટ સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જો કે, ગંભીર ઈજાના પગલે હોસ્પિટલના તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી. અને પરીવાર ના સભ્યો માનવાતા ભર્યો નિર્ણય લીધો હતો. અંગો નુ દાન કરવાનુ નક્કી કર્યું હતુ.
પ્રજાપતિ પરીવાર ના આ માનવાતા ભર્યા નિર્ણય થકી ત્રણ લોકો ને નવુ જીવન મળશે. કાંતિભાઈ પ્રજાપતિ ના અંગદાન મા કીડની અને લીવર નુ દાન કરાયુ હતુ છે. જે અમદાવાદ ખાતે તબીબ દેખરેખ મા ખસેડવામાં આવ્યુ હતુ આમ અંગદાન થી ત્રણ લોકો ને નવુ મળશે