Religious

ભગવાન શિવઃ જીવનના તમામ કષ્ટો અને સંકટોમાંથી મુક્તિ અપાવનારા દેવ છે જાણો આવુ કેમ???

ભગવાન શિવ… એક એવા દેવ કે જેની ઉપાસના કરવા માત્રથી જીવનના તમામ કષ્ટોનો નાશ થાય છે. ભગવાન શિવને “मृत्युंजय” પણ કહેવામાં આવે છે. “मृत्युंजय” અર્થાત મૃત્યુ પર વિજય અપાવનાર. ભગવાન શિવની જે ભક્તિ કરે છે, તેને કાળ ક્યારેય નડતો નથી. કાળ એટલે મૃત્યુ. અને એટલે જ ભગવાન શિવને મૃત્યુ પર વિજય અપાવનારા મહાદેવ કહેવાય છે.

એક વાત તો સ્પષ્ટ, ચોક્કસ, અને દ્રઢપણે આપણે બધા જ લોકોએ માનવી જોઈએ કે, જે વ્યક્તિ ભગવાન શિવની ઉપાસના કરે છે તે ભક્તને ક્યારેય મોતનો ડર લાગતો અને જેને મોતનો ડર લાગતો હોય તે શિવ ભક્ત નથી આ સ્વિકારી જ લેવું જોઈએ.

શિવમહાપુરાણ એવું કહે છે કે, જેના ગળામાં રૂદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવનું નામ હોય અને જેના કપાળમાં ભસ્મનું તિલક હોય તે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેની ગતિ શિવલોકમાં થાય છે.

શિવમહાપુરાણ અનુસાર, ભગવાન શિવની ઉપાસના કરવાથી તમામ નક્ષત્રો,તમામ ગ્રહો અને તમામ દેવી દેવતાઓ નું પૂજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.ધર્મ શાસ્ત્રો માં ભગવાન શિવ ને જગત પિતા માનવમાં આવ્યા છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂરણબ્રહમ છે.હિન્દુ સંસ્કૃતિ માં ભગવાન શિવ ને મનુષ્ય કલ્યાણનું પ્રતિક માનવમાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શનજ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરનારા દેવ છે.

શિવલિંગ એ ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગનું પૂજન અર્ચન કરવાથી ખૂબ કલ્યાણ થાય છે. ભગવાન શીવ આપણુ મૂળ છે, અને શીવ મહાપુરાણમાં જણાવ્યા અનુસાર ભાગવાન શંકર પાર્વતીનુ માતા પીતા તરીકે જે પુજન-અર્ચન કરે છે તેને આ લોક અને પરલોકનુ સુખ પ્રાપ્ત થાય છે.

ભવદ અને વરદ આ બન્ને નામ ભગવાન શીવના છે, ભવદનો અર્થ ભવસાગર પાર કરાવનાર અને વરદ એટલે વિશ્વના તમામ વરદાનો આપનાર. બીજાને સુખ,સંપત્તિ,અને વૈભવ વીલાસ આપે અને પોતે સ્મશાનમાં ખોપરીઓ અને સ્મશાનની ભસ્મ સાથે રહે તેમનુ નામ જ ભગવાન શીવ. શીવમહાપુરાણમાં શીવાલયનુ ખુબ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે આપણે આવનારા આર્ટિકલમાં જાણીશું….

શિવમહાપુરાણ અનુસાર…
– જે ગામમાં શીવ મંદિર ન હોય ત્યાંનુ પાણી ન પીવાય..
– જે ઘરમાં શીવપુજા ન થતી હોય તે ઘરમાં જવાય નહી.
– અને જે માણસના મુખમાં શીવનુ નામ ન હોય તેનુ મુખ પણ ન જોવાય..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!