Gujarat

ભાજપના કાર્યકર્તા નો આક્રોશ! ભાજપના નેતા ઓ ને જ ઉધડા લીધા, સોસિયલ મીડીયા પર વિડીઓ વાયરલ

ખરેખર કોરોનાની પરિસ્થિતિ એટલી વિકટ સર્જાઈ ગઈ છે કે, દરેક પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે તેમની વેદનાઓ દરેક વ્યક્તિનાં હદયમાં સમાયેલ છે, ત્યારે હાલમાં સૌ કોઈ આ કાર્યમાં સેવા કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ આ મહામારીમાં પોતાનો સ્વાર્થ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે એક એવી ઘટના ની વાત કરવાની છે જેમાં એક રાજકીય પાર્ટી દ્વારા પોતાની જ પાર્ટી નાં નેતાઓ સામેં વિરોધ કરેલ.

આ ઘટના બની છે સુરત શહેરમાં વાત જાણે એમ છે ભાજપ લોકસભાના સાંસદ પ્રભુ વસાવા આજે સુરતના પુણા વિસ્તારના આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા ગયા હતા. તેઓ પોતાના સાથી મિત્રો સાથે આઇસોલેશન સેન્ટર પર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. ભાજપના જ સંગઠન મંત્રી મહેશ હીરપરાઓ સાંસદની સાથે તમામ લોકોને રીતસર ખખડાવી નાખ્યા હતા

ભાજપના અગાઉ વોર્ડ નં. 3 માં યુવા ભાજપ પ્રમુખ અને હાલના ભાજપના શહેર સંગઠન મંત્રી મહેશ હીરપરાએ તમામનો ઉધડો લઈ લીધો હતો. તેઓએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, ‘‘કોરોનાની બીજી લહેરમાં મે મારો સગો ભાઈ ગુમાવ્યો છે. વેન્ટીલેટરના ફાંફા હતા, અમે કેટલા નેતાઓને ફોન કર્યા, કેટલા બધા ધારાસભ્યોને ફોન કર્યા, કોઈએ પણ અમારા ફોન ઉંચક્યા નહી. અને હવે અહીયા ફોટો સેશન કરવા આવી ગયા છો. તમને લોકોને શરમ આવવી જોઈએ. ખરેખર હવે પરિસ્થિતિ ખૂબ જ વિકટ સર્જાય છે, ત્યારે સૌ કોઈને હવે સમજવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!