Religious

માતાજી ની કૃપા થી તમારુ આજનું રાશિફળ જાણો

મેષ : આજનો રવિવાર હળવાશ-રાહત-આનંદનો રહે. તમારા અંગત કામ તેમજ પુત્રપૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે. ખરીદી થાય.

વૃષભ : આજનો રવિવાર જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ આપ હળવાશ રાહત અનુભવતા જાવ. સાંજ સાનુકુળતા-હળવાશની રહે.

મિથુન : નોકરી-ધંધાના કામમાં બપોર પછી મુશ્કેલી અનુભવાય. ચર્ચા વિચારણા-વાટાઘાટ-મુલાકાત નિષ્ફળ જાય.

કર્ક : વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં બપોર પછી સાનુકૂળતા રહે. નોકરી ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર સચવાય.

સિંહ : શરીર સાંધામાં કળતર, દર્દપીડાના કારણે કામમાં રૂકાવટ રહે. ઉઠવા બેસવામાં, ચાલવામાં તકલીફ પડે. શાંતિથી કામકાજ કરવું.

કન્યા : જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમને હળવાશ-રાહત રહે. નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામ ઉકેલાય.

તુલા : નિકટના સગા સંબંધી-મિત્રવર્ગના કારણે તમે ચિંતા-ઉચાટમાં રહો. સંબંધ-વ્યહા૨માં ગે૨સમજ-મનદુઃખ થાય.

વૃશ્ચિક : મીલન-મુલાકાત-યાત્રા પ્રવાસના આયોજન અંગે ચર્ચા-વિચારણા થાય જુના-નવા સંબંધો તાજા થાય.

ધન : વ્યવહારિક-સામાજીક-પારિવારિક કામની વ્યસ્તતા રહે. સીઝનલ નોકરી-ધંધાનું કામ-આવક થઇ શકે.

મકર : માનસિક પરિતાપ-ચિંતા છતાં બપોર પછી હળવાશ-રાહત અનુભવાય પરિવારનું, સંતાનનું કામ થઇ શકે. આરોગ્યની કાળજી

કુંભ : અન્યના કારણે ચિંતા-ખર્ચ રહે. બપોર રાખવી. ખાવાપીવામાં સંભાળવું પડે.

મીન : પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. આકસ્મિક કોઇ કામ થવાથી આનંદ-ઉત્સાહ રહે. ખરીદી-ખર્ચ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!