માત્ર 500 ડોલર માટે આ અભિનેત્રીની મા એ તેને એક અજાણ વ્યક્તિને વેચી દીધી હતી અને ઘટી આ ભયાનક ઘટના
હોલિવુડ એક્ટ્રેસ ડેમૂ મૂરે એક ચેટ શોમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે શરાબી માતાએ માત્ર 500 યૂએસ ડોલર માટે એક શખ્સને મારા પર બળાત્કાર કરવા દીધો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ડેમી સાથે બળાત્કાર થયો ત્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. ડેમીએ કહ્યું કે, તેની મા ખૂબ દારુ પીતી હતી. ડેમી 12 વર્ષની હતી ત્યારે તેની માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પોતાના બળાત્કાર અંગે ડેમીએ માતાનો બચાવ કરતાં કહ્યું કે, જો તે નશામાં ના હોત તો આમ થવા દીધું ના હોત. ડેમીના આ ખુલાસાથી ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. ટ્વિટર પર લોકો તેને જુદા-જુદા પ્રકારના સવાલ કરી રહ્યા છે તો કેટલાક તેને સાંત્વના આપી રહ્યા છે. આ શો દરમિયાન તેણે પોતાની આગામી બુક વિશે વાત કરી. જે તેણે પોતાની ત્રણ દીકરીઓ અને માતાને સમર્પિત કરી છે. ઈન્ટરવ્યૂમાં ડેમીએ પતિ એસ્ટન કુચર સાથે લગ્ન વિશે પણ વાત કરી.
ડેમીએ કહ્યું, એસ્ટન કોચરે લગ્ન બાદ મારી સાથે દગો કર્યો હતો. ડેમીએ એસ્ટન સાથે 2005માં લગ્ન કર્યા હતા. આ ડેમીના ત્રીજા લગ્ન હતા. એસ્ટન ડેમીથી 15 વર્ષ નાનો છે. ડેમીએ જણાવ્યું કે, તેણે એસ્ટનને બાથટબમાં બે મહિલાઓ સાથે જોયો હતો. તે તેને દગો આપી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડેમી અને એસ્ટનનો સંબંધ 2013માં તૂટી ગયો હતો.
ડેમીએ કુલ ત્રણ લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન ફ્રેડી મૂર સાથે 1980માં થયા હતા. 5 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લીધા હતા. 1987માં ડેમીએ બ્રૂસ વિલ્સ સાથે લગ્ન કર્યા હતા. 2000ની સાલમાં બંને છૂટા પડ્યા.