રાજકોટ જીલ્લામાં એક ગંભીર અકસ્માત થયો જેમા ભાવી દંપતિ નુ એક સાથે મોત નિપજ્યું
રાજકોટ જીલ્લા ના ઉપલેટા નજીક એક ગંભીર અકસ્માત થયો છે. પોરબંદર તરફ થી આવતી ઈકકો કાર મા કુલ પાંચ લોકો સવાર હતા અને ઈકકો કાર નુ અચાનક ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ઈકકો કાર ઢસડાઈ હતી અને ઈકકો કાર નો એક સાઈડ નો ભાગ ટોટલ લોસ થયો હતો.
આ ઘટના મા ઈક્કો કાર મા કુલ પાંચ લોકો સવાર હતા જેમા થી એક ભાવી દંપતી પણ હતુ જેનુ જેનુ નામ લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દંપતી તહેવાર હોય તો ફરવા નીકળ્યું હતુ. જ્યારે અન્ય ત્રણ લોકો ને ઈજાઓ પહોચતા ઉપલેટા સરકારી હોસ્પીટલ મા ખસેડાયા હતા જ્યારે બે ની હાલત વધુ ખરાબ થતા રાજકોટ હોસ્પીટલ મા ખસેડાયા હતા.
આ અકસ્માત ની ઘટના મુળ ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત ની જાણ 108 ની ટીમ ને થતા તાત્કાલીક મદદ માટે પહોચી હતી. આ ઉપરાંત હાઇવે પેટ્રોલિંગ, મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ અગાવ પણ રક્ષાબંધન મા પણ એક બહેને પોતાની પાંચ વર્ષ ની બાળકી ને ખોઈ હતી અને આજે ભાવિ દંપતી આવનારાં દિવસો મા લગ્ન કરવાના હતા એ પહેલા જ બન્ને એક સાથે મોત ને ભેટતા અરેરાટી મચી ગઈ હતી.