લગ્ન મા વધારે ભીડ ભેગી કરવી ભારે પડી શકે છે, આ જગ્યા પર વરરાજા અને અણવર ની થય ધરપકડ
હાલ ના કોરોના કાળ ના સમય મા રોજ ઘણાબધા કેસો આવી રહ્યા છે છતા ગુજરાત મા એક બાજુ લગ્ન ગાળો અને મરણ ગાળો બન્ને ચાલુ છે અને નિયમ કરતા વધારે લોકો ભેગા થાય છે.
આવી જ એક ઘટના નવસારી ના વિજલપોર મા જ બની છે જયા લગ્ન મા 300 જેટલા લોકો ભેગા થયા હતા વિજલપોર ના પાટીલ વાડીમાં થઈ રહેલા લગ્નમાં અંદાજે 300 લોકો આમંત્રિત કરવામાં આવ્યા હતા, આ બાબતે વિજલપોર પોલીસને જાણ થતા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે નિયમનો ભંગ કરવા બદલ વરરાજાના બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
વેજલપોર ની પાટીલ વાડી મા સદાશિવ ના લગ્ન હતા જેમા 50 લોકો ને જ મંજુરી હતી પરંતુ લગ્ન મા 300 જેટલા લોકો હાજર હોવાથી પોલીસે રકાયદેસર ની કાર્યવાહી કરી હતી તેથી થોડી વાર સુધી લગ્ન ની વિધી અટકી પડી હતી વરરાજા અને વરરાજાના બનેવી દેવા શિરસાઠની લગ્નમાંથી ધરપકડ કરીને જાહેરનામા ભાંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.