વિરાટ અને અનુષ્કાએ 2 કરોડનું દાન કર્યું અને 7 કરોડ ભેગા કરવા કર્યું ચાલુ કર્યું આ અભિયાન.
હાલમાં કોરોનાની મહામારીમાં સામાન્ય લોકો થી લઈને દેશનાં સૌથી ધનિક વ્યક્તિઓ આ મહામારીમાં ખોબલો ભરી ભરી ને દાન કરી રહ્યા છે. ત્યારે આ દાનમાં જ્યારથી કોરોના આવ્યો ત્યારથી સોનુ સુદ ખૂબ જ દાન કર્યું છે અને જાણે તે તો કર્ણ નો અવતાર હોય તેવું જ લોકો માની રહ્યા છે. અનેક મજૂરોને પોતાના વતન પહોંચાડયા તેમજ હાલમાં અનેક લોકોને ઑક્સિજન તેમજ જે જરૂરિયાત જોઈતી હોય તે પુરી પાડે છે.
એક પછી એક બોલિવુડન કલાકારો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા કોરોના વાયરસ વિરૂદ્ધના યુદ્ધમાં લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોરોના મહામારી વિરૂદ્ધ મદદ કરવા 2 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
અનુષ્કા શર્માએ વીડિયો શેર કરી લખ્યું હતું કે, આપણો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા મોટા પડકારનો સામનો કરી રહી છે. લોકોને તરફડતા જોઈને દિલ ખુબ દુ:ખ લાગી રહ્યું છે. જેથી વિરાટ અને મેં Kettoની સાથે #InThisTogether નામનું અભિયાન શરૂ કર્યું છે. તેના દ્વારા કોવિડ-19 રાહત માટે ફંડ ભેગુ કરવામાં આવશે. આપણે બધા આ મુસીબત સામે જીતીશું. મહેરબાની કરી ભારત અને ભારતીયોની મદદ માટે આગળ આવો. તમારૂ યોગદાન આ ખરાબ સમયમાં લોકોને બચાવવા માટે કામ આવશે.
વિરાટ અને અનુષ્કા આ પહેલ દ્વારા 7 કરોડ રૂપિયા ભેગા કરવા ધારે છે. રિપોર્ટ પ્રમાણે તેમણે 2 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ ઉપરાંત વિરાટ, અનુષ્કા, પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ગત સપ્તાહે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી તેમણે 6.6 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે.