સુરતવાસી ઓ માટે મોદી સરકાર ની વધુ એક ભેટ,આ સુવિધા શરુ થશે
ભાવનગર થી હજીરા અને હજીરા થી ભાવનગર રોરો સર્વિસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મા ક્રુઝ ની સેવા શરુ કર્યા બાદ સુરતવાસી ઓ માટે એક નવી ભેટ મોદી સરકાર દ્વારા આપવામા આવી છે.
મળતી માહિતી અનુસાર સુરત ના હજીરા ખાતે થી દીવ સુધી ક્રુઝ સેવા નો પ્રારંભ થશે. આ માટે નુ વરચુઅલી ઉદ્દઘાટન મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના હસ્તે તા 31 માર્ચ સાંજે 4:30 એ કરવામા આવશે. આ ક્રુઝ સોમવારે અને બુધવારે સાંજે હજીરા થી ઉપડી ને બીજા દિવસે 14 કલાક જેટલો સમય લઈ ને દિવ પહોચશે ત્યાર પછીના દિવસે ફરી હજીરા પરત ફરશે.
આ ક્રુઝ મા કુલ 300 સીટ ની કેપેસીટી છે અને કુલ 16 જેટલી કેબીન આવેલી છે આ ક્રુઝ દીવની અઠવાડીયા મા 2 રાઉન્ડ ની ટ્રીપ કરશે.