હવામાન ખાતાએ અને અંબાલાલ પટેલે કરી વરસાદ ની આગાહી, ગુજરાત ના આ ક્ષેત્રો મા ભારે..
ગુજરાત રાજ્ય મા ફરી વરસાદી માહોલ જામ્યો છે અને ખેડુતો એ રાહત ના સ્વાસ લીધા છે ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા સારોએવો વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વલસાડ મા આઠમ ના દિવસે ઉમરગામ અને વાપીમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત તારીખ 31 ના રોજ રાત્રી થી સવાર સુધી સૌરાષ્ટ્ર ના અનેક જીલ્લા ઓ મા વરસાદ વરસ્યો છે.
આ અંગે અંબાલાલ પટેલે vtv ના ઈન્ટરવ્યુ દરમ્યાન મહત્વ ની આગાહી કરી હતી જેમાં અંબાલાલે જણાવ્યું હતુ કે આજે એટલે કે 1 સપ્ટેમ્બર મા સૌરાષ્ટ્ર મા અને 2 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર ના પશ્ચીમ ભાગો મા વરસાદ પડવાની શક્યતા છે. અને સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત ના કેટલાક ભાગો મા સામાન્ય વરસાદ અને બનાસકાંઠા, મહેસાણામાં કેટલીક જગ્યાએ અતિ ભારે તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં 1-2 ઇંચ વરસાદ પડશે તેવી સંભાવના અંબાલાલ પટેલે આપી હતી.
આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા પણ વરસાદ ને લઈ ને એક મહત્વ ની આગાહી કરવામા આવી છે. જેમાં બંગાળ ની ખાડી મા લો પ્રેશર ના લીધે સપ્ટેમ્બર મહિના ના પહેલા અઠવાડિયા મા દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે. આ ઉપરાંત ગુજરાત મા અનેક જીલ્લા ઓ મા હળવા વરસાદી જાપટા પણ પડી શકે છે.
અનેક જીલ્લા ઓ મા આજે સવાર થી ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે જેમાં ભાવનગર, અમદાવાદ સહીત ના શહેરે મો વરસાદી માહોલ ના લીધે વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી અને શહેરીજનો ને ગરમી ના ઉકળાટ માથી રાહત મળી હતી.