અંબાલાલ પટેલ ની આગાહી, આ તારીખે પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
છેલ્લા કેટલાક દિવસ થી વાતાવરણ મા પલટો જોવા મળી રહ્યો છે અને હાલ ગરમી ખુબ પડી રહી છે ત્યારે આગામી દીવસો મા ગુજરાત ના અમુક વિસ્તારો મા ભારે વરસાદ આવવાની શકયતા ઓ છે.
પુર્વ ગુજરાત મા અરવલ્લી અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગો મા વાદળો ઘેરાશે આગામી ચોમાસા ની પ્રક્રીયા ને લીધે વાતાવરણ મા પલટો આવશે. વરસાદ પડવાની શકયતા છે. તારીખ 7 મે થી 15 મે સુધી આ વાતાવરણ નો પલટો રહેશે અને રાજસ્થાન ના અમુક ભાગો મા પણ આ અસર રહેશે. તેવુ અંબાલાલ પટેલ દ્વારા જણાવાયુ છે.
આ ઉપરાંત બંગાળ ના ઉપસાગર મા ભેજ ના કારણે અને અરબી સમુદ્ર ના લીધે પ્રી મોન્સુન પ્રક્રીયા એક્ટીવ બનશે જેના કારણે વરસાદ અને ગરમી એક સાથે હશે એટલે બે રુતુ નો અનુભવ થશે જેના કારણે રોગચાળા ની ભીતી સેવાય રહી છે અને સાથે ખેડુતો પણ ચિંતાતુર બન્યા છે.