અગ્ની સંસ્કાર કર્યા પછી અમારા પરિવાર નો એક સભ્ય ગુમાવ્યો એવુ લાગે છે, માનવતા નુ ઉત્તમ ઉદાહરણ
હાલ સમગ્ર વિશ્વ મા કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને મહામારી એ સમગ્ર વિશ્વ ને પોતાના ભરડા મા લીધુ છે ત્યારે અનેક સ્વજનો ની લાશો પણ રઝળતી જોવા મળે છે અને બીનવારસી હૉય છે ત્યારે માનવતા નુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા જય શ્રી મેલડી ગૃપ ના 10 સભ્યો દ્વારા આવી બીનવારસી મૃતદેહો ને અગ્ની સંસ્કાર આપવાનું કાર્ય કરે છે.
પોતના ના જીવ જોખમ મા નાખી ને આ ટીમ અગ્ની સંસ્કાર આપે છે આ ગૃપ માનવ સેવા નુ કાર્ય કરે છે અને બીન વારસી રાશો ની જાણ પોલીસ ને કરે છે અને એમના ઘરના લોકો નો પતો ન મળતા આખરે અગ્ની સંસ્કાર કરે છે. આ ગૃપ ના સભ્યો દ્વારા જણાવ્યા અનુસાર અગ્ની સંસ્કાર કર્યા બાદ બાળકો ના બટુક ભોજન કરાવે છે.
હાલ ભયાનક પરીસ્થિતી મા પણ આવુ સેવા નુ કાર્ય કરતા યુવાનો ને સલામ….