અરવિંદ કેજરીવાલ 10 દિવસ માટે દુનિયાથી અલિપ્ત થય જશે , પરીવાર ને પણ નહી મળે કારણ કે
દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 દિવસ માટે બધાથી અલગ થય જાશે એટલે કે અલિપ્ત થઈ જશે. તેવો કોઈ ની મુલાકાત નહી કરે નહી કે કોઈનો ફોન નહી મેઈલ અખબાર કશુજ નહી. એટલુ જ નહી પોતાના પરીવાર ને પણ અરવિંદ કેજરીવાલ મળશે નહી. 10 દિવસ માટે તેવો આ દુનીયા થી અલગ થય જશે તો હવે સવાલ એ થાય છે કે દસ દિવસ અરવિંદ કેજરીવાલ શુ કરવાના છે.?
આ અંગે સી એમ ઓફીસે થી જાણકારી આપવામા આવી હતી કે સી એમ અરવિંદ કેજરીવાલ આગામી દસ દિવસ માટે રાજસ્થાનમા જયપુર મા વિપશ્ય સાધના કરવા માટે ગયા છે તે આગામી દસ દિવસ નો સમય આ સાધના કરવા માટે વિતાવશે. આ અંગે રાજસ્થાન ના સો.એમ અશોક ગેહલોતે પણ એક tweet કર્યુ હતુ જેમાં તેવો એ લખ્યુ હતુ કે “દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું જયપુરમાં સ્વાગત કરું છું. મને ખુશી છે કે તમે વિપશ્યના માટે જયપુર પર પસંદગી ઉતારી. તમારા આરોગ્યની કામના કરું છું.”
એવુ માનવામાં આવી રહ્યુ છે કે આગામી સમય મા ગુજરાત ,પંજાબ ,ઉતરાખંડ, ગોવા મા વિધાનસાભે ની ચુંટણી છે એ પહેલા તેવો પોતના માટે સમય આપવા અને શારીરીક અને માનસિક શક્તિ વધારવા માટે આ સાધના કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હનુમાનજી ના ભક્ત છે અને તેવો ધ્યાન, યોગા મા ખુબ વિશ્વાસ ધરાવે છે આ પહેલા પણ તેવો 2016 મા સાધના માટે નાગપુર ગયા હતા.
વિપશ્યના ધ્યાનની સાધના માટેનો એક પ્રાચીન પ્રયોગ છે. વિપશ્યનાનો શાબ્દિક અર્થ થાય છે જોઇને પાછું ફરવું., મતલબ કે આવો, જુઓ અને પછી માનો. આ એક આત્મશુધ્ધિ અને આત્મનિરિક્ષણની એક સર્વશ્રેષ્ઠ પધ્ધિતઓમાંની એક છે. હજારો વર્ષ પહેલાં ભગવાન બુધ્ધે વિપશ્યનાના માધ્યમથી જ બુધ્ધત્વ હાંસલ કર્યું હતું. આ એવં ધ્યાન છે જે તમને પોતાની શક્તિ જાણવામાં મદદ કરે છે. આજના યુગમાં વારંવાર આ સાધના શિબિરોના લાભની ચર્ચા થતી રહે છે