આગામી પાચ દિવસ ગુજરાત ના આ જીલ્લા મા વરસાદ પડશે તેવી હવામાન વિભાગ ની આગાહી
તાઉતે વાવાઝોડા મા થયેલા નુકસાન ની ભરપાઈ થઈ નથી હજી અનેક ગામો વિજળી વિહોણા છે ત્યા ગુજરાત ના સુરત જીલ્લા મા ફરી વરસાદ પડે તેવી શકયતા ઓ સેવાઈ રહી છે.
સુરત જિલ્લાના કૃષિ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે જિલ્લાના હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દીવસો અમુક તાલુકાઓ મા વાતાવરણ વાદળછાયુ રહેશે અને હળવા થી ભારે વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સુરત ના બારડોલી મા 26 મે થી 30 મે સુધી વરસાદ ની આગાહી કરવામા આવી છે.
સુરત ના અન્ય તાલુકા ઓ ની વાત કરીએ તો ચોર્યાસી અને માંગરોળ તાલુકામાં 27મીના રોજ અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કામરેજ, ઉમરપાડા અને પલસાણા તાલુકામાં 27 અને 28 એમ બે દિવસો દરમ્યાન અતિ હળવા વરસાદ પાડવાની સંભાવના હવામાન ખાતે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત મહુવા, માંડવી અને ઓલપાડ તાલુકામાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે પરંતુ વરસાદ પાડવાની સંભવના ન હોવાનું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે.