Religious

આજનું રાશિફળ જાણો કેવો રહેશે આજનો દિવસ તમારો

મેષ:- આજ નો દીવસ ધર્મ કાર્યમાં આનંદ રહે. ખર્ચ થાય, નોકરી-ધંધાના કામમાં રાહત રહે,

વૃષભ : એકલિંગજી ભગવાનના પાટોત્સવે આજે ધર્મકાર્યમાં, ભક્તિ-પૂજા મંત્રજાપથી હૃદય-મન પ્રસન્ન રહે. મીલન-મુલાકાતથી આનંદ અનુભવ.

મિથુન: નોકરી-ધંધાના, સગાસંબંધી-મિત્રવર્ગના સબંધ-વ્યવહાર- સંસ્મરણો તાજા થાય, કામની વ્યસ્તતા છતાં આનંદ રહે.

કર્ક : આજે એકલિંગજી પાટોત્સવે આનંદ-ઉત્સાહ તેમજ હૃદય-મનની પ્રસન્નતા ભકિત-પૂજામાં અનુભવો. સંતાનનું કામ થાય.

સિંહ : આજે આપે તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે. સામાજીક વ્યવહારિક ધાર્મિક તેમજ ઘર પરિવારના કામ શાંતિથી કરવા.

કન્યા : બહાર જવાનું થાય. ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના તેમજ સગા સબંધીના વ્યવહારમાં કામકાજમાં ચર્ચા-વિચારણા થાય.

તુલા: વિલંબમાં પડેલ કામ અગે, સંતાનના કામ અંગે આપે સક્રિય રહેવું પડે.વાણીમા મીઠાસ-નમ્રતા રાખવી પડે.

વૃશ્ચિક : એકલિંગજી પાટોત્સવ આજે ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સબંધ-વ્યવહાર સચવાય.

ધનઃ તમારા અંગત કામમાં અન્યના કારણે ચિતા-રુકાવટ-મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધાના કામ વહેલા સમેટવા પડે.

મકર : આજે એકલિંગજી પાટોત્સવે ભક્તિ-પૂજા- મંત્રજાપથી ધર્મકાર્યથી આનંદ-ઉત્સાહ રહે. મીલન મુલાકાત-યાત્રા-પ્રવાસ થાય.

કુંભ : માનસિક પરિતાપ- ચિંતા છતાં એકલિંગજી પાટોત્સવે આજે તમારા અંગત કામથી- સંતાનના કામથી બહાર જવાનું થાય.

મીન : માનસિક પરિતાપ-ચિંતા છતાં એકલિંગજી મટાડે સર્વે. આજે તમારા અંગત કામથી સગાના કામથી બહાર જવાનું થાય,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!