આજે અંગુરી ભાભીનો બર્થ ડે… જાણો તેના જીવનની રોચક રિયલ સ્ટોરી…
જાણીતા ટીવી શો ભાભીજી ઘર પર હેમાં અંગૂરી ભાભીનું કેરેક્ટર પ્લે કરતી એક્ટ્રેસ શુભાંગી અત્રે 40 વર્ષની થઈ ગઈ છે. શુભાંગી તાજેતરમાં કોરોના પોઝિટિવ આવી હતી અને બાદમાં તે હોમ ક્વોરન્ટાઈન છે. 11 એપ્રિલ 1981 ના રોજ જન્મેલી શુભાંગીનું પિયર ભોપાલ છે અને સાસરી ઈંદોરમાં છે. શુભાંગીએ કરિયરની શરૂઆત 2007 માં સીરિયલ કસૌટી જિંદગી કીથી કરી હતી. આમાં તેણે પલછિન વર્માનો રોલ પ્લે કર્યો હતો.
શુભાંગી અત્રેએ ઘણાં ટીવી શોમાં કામ કર્યું છે પણ તે અંગૂરી ભાભી બની ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ. આજે તે તેનો 40મો જન્મ દિવસ ઉજવી રહી છે. શુભાંગી અત્રેનાં લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે થઇ ગયા હતાં. 11 એપ્રિલ 1981નાં એક બ્રાહ્મણ પરિવારમાં શુભાંગીનો જન્મ થયો. બાળપણથી જ તે એક્ટ્રેસ બનવા માંગતી હતી પણ તેનું સપનું લગ્ન બાદ પૂર્ણ થયું.
શુભાંગી એવી જ એક્ટ્રેસ છે જેણે લગ્ન બાદ તેનાં કરિઅરની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં તેનાં લગ્ન બિઝનેસમેન પીયૂષ સાથે થયા હતાં. કપલને 14 વર્ષી દીકરી છે જેનું નામ આશી છે. આશી ભણવામાં ઘણી જ હોશિયાર છે અને તે સાયન્ટિસ્ટ બનવાં ઇચ્છે છે. શુભાંગીની દીકરી આટલી મોટી છે તે ઘણાં ઓછા લોકોને ખબર છે.
એક ઇન્ટરવ્યૂંમાં તેણે જણાવ્યું હતું કે, મારો પતિ એક એડ એજન્સીમાં કામ કરે છે. શુભાંગીએ જણાવ્યું કે, તેણે સૌથી પહેલાં તેનાં પતિની એક એડ ફિલ્મ શૂટ કરી હતી. ત્યારે તેનાં ફોટોગ્રાફરે તેને ફિલ્મોમાં કામ કરવાં જણાવ્યું હતું. મારી દીકરીનાં જન્મ બાદ મે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. વર્ ષ2007માં શુભાંગીનો પહેલો શો કસોટી જિંદગી હતો.
જે બાદ શુભાંગીએ કરમ અપના અપના, યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ.. ચિડિયા ઘર અને ગુલમોહર ગાર્ડન જેવાં શોમાં કામ કર્યું શિલ્પા શિંદેનાં વિવાદ બાદ ભાભીજી ઘર પર હૈ શો વર્ષ 2016માં શુભાંગીનાં હાથમાં આવ્યો. જેનાંથી તેને ખાસી લોકપ્રિયતા મળી.
શુભાંગી અત્રે તેનાં ફેન્સ વચ્ચે અંગૂરી ભાભીનાં નામથી જ જાણીતી છે. તેણે શોમાં શિલ્પાને રિપ્લેસ કરી હતી. શરૂઆતમાં ભલે તેનાં પાત્રને ટ્રોલ કરવામાં આવી. પણ બાદ તે આ રોલમાં ઢળી ગઇ હતી. અને હવે તે અંગૂરી ભાભી તરીકે જ ઓળખાવા લાગી છે.