આજે આ રાશિ ના જાતકો ને મુશ્કેલી નો સામનો કરવો પડશે, જાણો આજનું રાશિફળ
મેષ : આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધાના કામ શાંતિ-સ્વસ્થતાથી ઉકેલવા પડે. ઈજાથી, પડવા વાગવાથી સંભાળવું.
વૃષભઃ નોકરી-ધંધાના કામમાં, સાંસારિક પ્રશ્નમાં તણાવ-ચિંતા-દ્વિધા-મુશ્કેલી છતાં તમારે શાંતિથી બધા કામ ઉકેલવા પડે.
મિથુનઃ નાણાંકીય ઉઘરાણી-લેવડદેવડની ચિંતા-મુંઝવણમાં, નોકરી-ધંધાના કામની રૂકાવટમાં તમે અટવાયેલા મુંઝાયેલા રહો.
કર્ક : આકસ્મિક તમારા કામની પ્રગતિ-સફળતાથી ચિંતા-મુંઝવણ-મુશ્કેલીમાં રાહત અનુભવો. નોકરી-ધંધાનું કામ થઈ શકે.
સિંહ : હરો ફરો-કામકાજ કરો પરંતુ ચિંતા-ઉચાટ-રઘવાટમાં આપને શાંતિ રાહત જણાય નહીં. વાતવાતમાં ગુસ્સે થઈ જાવ.
કન્યા : નોકરી-ધંધાના જુના-નવા સબંધ-વ્યવહાર સચવાતા હળવાશ રહે. સીઝનલ કામ થાય. આવક આવવાથી રાહત રહે.
તુલા : પારિવારિક-કૌટુંબીક તેમજ નોકરી-ધંધાના સબંધ-વ્યવહારમાં, ઓળખાણ-મિત્રતામાં તમારું કામ ઉકેલાતા રાહત રહે.
વૃશ્ચિક : મસ્તકમાં, શરીરમાં દર્દ પીડાને લીધે બેચેની અનુભવાશે. નોકરી ધંધાના કામથી-મહેનત-પરિવારથી ચિંતા-વ્યગ્રતા રહ્યા કરે.
ધન : બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં. રસ્તામાં આવતા જતા, વાહનચલાવતા કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
મકર : વિલંબમાં પડેલ અશક્ય કામ અચાનક સફળતા-પ્રગતિવાળું બનતું જાય. નોકરી ધંધાના-પરિવારના કામ થઈ શકે.
કુંભઃ નોકરી-ધંધાના તમારા વિલંબીત કામ એક પછી એક ઉકેલાતા હળવાશ રાહત અનુભવતા જાવ. ચિંતા ઓછી થાય.
મીન ઃ આજે તમારા અંગત કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે સાનુકૂળતા રાહત અનુભવતા જાવ. આનંદ-ઉત્સાહ રહે.