આજે સોનાના ભાવમાં જોવા મળી તેજીઃ જાણો આજનો સોના-ચાંદીનો ભાવ…
ભારતમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ધંધા રોજગાર ઠપ્પ છે પરંતુ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગોલ્ડ માર્કેટમાં સોનાની કિંમત 182 રૂપિયા વધીને 45,975 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. આ પહેલા સોનાનો ભાવ 45793 રૂપિયા રહ્યો હતો. તો સાથે જ વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1744 ડલર પ્રતિ ઔંસ રહ્યો હતો. તો આ સિવાય ચાંદીનો ભાવ 725 રૂપિયા વધીને 66175 રૂપિયા રહ્યો.
ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.35 ટકા ઘટીને 1028.69 ટન પર આવી ગયું છે. Silverમાં 0.3 ટકાનો ઘટાડો આવ્યો અને તે 25.03 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. અમેરિકાની અર્થવ્યવસ્થામાં મજબૂતીને કારણે આવનારા દિવસોમાં સોનામાં વધારે ઘટાડો જોવા મળી શકે છે.
એમસીએક્સ પર સોનાના આજના ભાવની શરૂઆત તેજીથી થઈ અને થોડીવારમાં ઉચ્ચ સ્તરેથી નફાવસૂલી આવતા દેખાઈ. જેનાથી સોનું એપ્રિલ વાયદા 29 રૂપિયાના ઘટાડા સાથે 46,867 પર વ્યાપાર કરતું દેખાયુ અને ચાંદીનું મે વાયદા બજાર 71 રૂપિયાના ઘટાડા સાથે 67,430.00 રૂપિયાના સ્તર પર વ્યાપાર કરતું દેખાયું.