Gujarat

આવો તો કેવો પ્રેમ: આપઘાત કરવા સાથે દવા પીવાનું નકકી કર્યુ ! પ્રેમીકા એ પીધી અને પ્રેમી થયો ફરાર

પ્રેમ આંધળો હોય છે પરંતુ આજ ના સમય મા સાચો પ્રેમ મળવો એ નસીબ ની વાત છે ઘણી ઘટના ઓ એવી સામે આવે છે કે પ્રેમ શબ્દ પણ યોગ્ય ના વાગે… એક ઘટના મા પ્રેમી અને પ્રેમીકા એ સાથે દવા પીવાનુ નકકી કર્યુ પણ પ્રેમીકા એ પીધી અને મૃત્યુ થયુ જ્યારે પ્રેમી તને પડતી મૂકી ફરાર થયો હતો.

રાધનપુર ના માધાપર ગામ મા એક ઘટના સામે આવી છે જેમાં એક સગીરા ને ભાઈ ના પરણીત સાઢુ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જેમના લગ્ન શક્ય ના હોવાને કારણે તેવો સાથે મરવાનું નક્કી કર્યુ હતુ અને દવા સાથે પીવાનુ નક્કી કર્યુ હતુ જયા યુવતી એ દવા પીધી હતી અને યુવક દવા પિધા વગર નાસી છૂટયો હતો.

પોલીસ ફરિયાદ બાદ પરીવારને પરણિત સાઢું ની તપાસ કરતા તે ઘર પર ના હોવાની જાણ થય હતી અને તેવો એ પોલીસ ને જણાવતા પોલીસ દ્વારા સઘન તપાસ અને શોધખોળ કરાઈ હતી. અને પાંચાભાઈ ઠાકોર ને ઝડપીને પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ હતી ત્યા પાંચાભાઈ ભાંગી પડતા સઘળી વિગત જણાવી હતી.

રાજકોટ તરફ અનેક વિસ્તારોમાં સગીરાને ફેરવી તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાની કબૂલાત આરોપી પાંચાભાઈએ કરતા પોલીસે દુષ્કર્મ, આત્મહત્યા માટે દુષ પ્રેરણા અંગેની કલમ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!