Health

આ ઔષધીનું સેવન કરવાથી વારંવાર ચડતી ખાલીની સમસ્યાથી છુટકારો મેળવશો.

આજે આપણે સૌથી જટિલ અને સામાન્ય બીમારી ની સારવાર વિશે જાણીશું. ઘણી બીમારીનો ઈલાજ ઘરબેઠા પણ થઈ જતો હોય છે, ત્યારે ચાલો જાણીએ કે વારંવાર ચડતી ખાડી થી કંઈ રીતે છુટકારો મેળવવો.સામાન્ય રીતે એક જ પ્રકારની સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ખાલી ચઢી જાય છે, કારણે કે આ સ્થિતિમાં બેસી રહેવાથી હાથ-પગની નસો દબાઇ જતી હોય છે અને તે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળયો નથી માટે ખાલી ચઢી જતી હોય છે.

આ સિવાય ડાયાબિટીસના દર્દીઓમાં પણ સમસ્યા જોવા મળે છે. તો જાણીએ ખાલી ચઢી જતી હોય તો શુ ઉપાય કરવો જોઇએ.જો હાથ પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો હળદરવાળું દૂધ પીવુ જોઇએ કેમકે હળદરવાળુ દૂધ પીવાથી શરીરમાં લોહીનુ પરિભ્રમણ સારી રીતે થાય છે, તમે હળદરવાળા દૂધમાં મધને પણ મિક્સ કરી શકો છો.

આ સિવાય હૂંફાળા પાણીનો પ્રયોગ ફાયદારૂપ છે. હૂંફાળા પાણીમાં હાથ-પગ પલાળવાથી પણ રાહત મળશે. જો હાથ-પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો મેગ્નેશિયમવાળો આહાર લેવો જોઇએ. મેગ્નેશિમયથી ભરપૂર આહારમાં પાલક, કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, લીલા શાકભાજી, કેળા વગેરેનો સમાવેશ થાય છે. 

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!