આ ઔષધી છે, ફાયદાકારક અનેક રોગોના સારવાર માટે ઉપયોગી.
દરેક ગામ કે શહેરમાં આસાનીથી મળી જતું પરિજાતનું વૃક્ષ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો ત્યારે જાણીએ કે આ ઔષધિઓ દ્વારા ક્યાં ક્યાં રોગોને દૂર કરી શકીએ.
પારિજાતના ફૂલઔષધ તરીકે ઊપયોગ થાય છે.
સન્ધિવાતઘ્નો ગુદ્વાતાદિ દોષનુત્ I સાંધાનાં વા નો તથા અપાનવાયુનો નાશ કરનાર છે. પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. તે પચવામાં તીખી છે.મતલબ કટુ વિપાકી છે.તે સ્વાદે કડવું છે કફવાત શામક તરીકે ગુણો ધરાવે છે
ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તે જંતુઘ્ન અને કેશ્ય પણ છે.નાડીતંત્રના સોજાને દૂર કરીને માં તે સારામાં સારું પરિણામ આપે છે.ખાલિત્ય-વાળ ખરવા – ખરતાં વાળમાં તેના બીજને પાણીમાં પીસીને તેનો લેપ કરવાથી વાળ ખરતાં ઓછાં થઈ જાય છે. અને ખરેલા વાળ ફરીથી ઊગી નીકળે છે.
રાંઝણ – સાયેટીકા –Sciatica નું ઊત્તમ ઔષધ છે.તેમજ તેની અસર અન્ય રોગો કરતાં ગૄધ્રસી – રાંઝણ (Sciatica) માં વિશેષ છે.રાંઝણ તેમજ વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો Sciatica ઝડપભેર મટે છે.
વિષહર – કોઈ પણ જીવજંતુના કરડવાથી તેના પર પારિજાતના પાંદડાની લુગદી બનાવીને તેનો લેપ કરવો.ખરજવું – ખરજવા ઊપર પારિજાતના પાંદડાનું ચૂર્ણ તથા નાચણીનો લોટ સમભાગે લઈને તેને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે.
પારિજાતના પાંદડાને દૂધમાં વાટીને લેપ કરવાથી પણ ખરજવામાં ફાયદો થાય છે.ખોડો પારિજાતના બીને પાણીમાં લસોટીને તેને નિયમિત માથા પર લેપ કરવાથી ખોડો મટે છે.દાદર પર પારિજાતના પાનનો રસ કાઢીને ચોપડવાથી તે મટે છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલા લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી