આ ખેડૂત આવી રીતે ખેતી કરીને વર્ષે 2 કરોડ થી વધુ રૂપિયા મેળવે છે.
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેણે પોતાની કોઠાસૂઝથી અઢળક ધન કમાવ્યું છે. ખરેખર આપણા પાસે આવડત હોય તો કોઈ પણ અશક્ય કામને શકયતામાં પરિવર્તિત કરી શકીએ છે. ચાલો જાણીએ કે કંઇ રીતે એક સામાન્ય માણસ કરોડ રૂપિયા કમાઈ લેય છે.
આપણે વાત કરી રહ્યા છે સિહોર તાલુકાના આંબલા ગામાં રહેતા પરબતભાઈની જેઓ માત્ર 5 ધોરણ ભણેલા છે.
આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ટપક સિંચાઇ પધ્ધતિની મદદથી ત્રણ વર્ષમાં ઉત્પાદન બમણુ અને આવક ત્રણ ગણી કરી બતાવી છે. જામફળ અને લીંબુના સહિયારા પાકથી વર્ષે ત્રણ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે.
કૃષિ વિભાગની સૈધ્ધાંતિક અને આર્થિક સહાય તેમજ પોતાની કોઠાસૂઝથી માત્ર 2 વિઘા જમીનમાં 9363 કિલો જામફળનું ઉત્પાદન કરી રૂ. 224,960નો ચોખ્ખો નફો મેળવવાની અનેરી સિધ્ધિ હાંસલ કરી છે. સાથે જ લીંબુના પાકમાંથી વધારાની ૮૦ હજારની આવક રળી રહ્યા છે.
આ ઉપરાંત જામફળની સાથોસાથ તેમણે લીંબુ પણ વાવ્યા છે. એક જામફળનો છોડ અને એક લીંબુનો છોડ એમ કુલ ચાર જામફળની વચ્ચે એક લીંબુનો છોડ આવે એવી રોપણી તેમણે કરી હતી. લીંબુને ઉઝરવામાં બે વર્ષ લાગે. એટલે પ્રથમ બે વર્ષની માવજત પછી ગયા વર્ષે તેમણે લીંબુમાંથી પણ વધારાની 80 હજારની આવક મેળવી અને આ બધુ જ માત્ર અઢી વીઘા જમીનમાંથી !