આ જાંબાઝ મહિલા પોલીસે 3 મહિના મા 76 બાળકો ને શોધી કાઢ્યા હતા.
આજે અમે તમને એક બહાદુર મહિલા ની વાત કરવા જય રહ્યા છીએ જેનું કાર્ય જાણી તમે સલામ કરશો આ સુપર વુમન નુ નામ સીમા ઢાકા છે તેવો એ પોલીસની વર્ધી મા એવુ કામ કર્યુ છે કે તમે જાણી ને નવાઈ લાગશે.
સીમા ઢાકા ની વાત કરવામા આવે તો દિલ્હી મા સમાયપુર બાદલી સ્ટેશન મા હેડ કોન્સ્ટેબલ ના પદ પર હતી. સીમા ઢાકા નામ ની મહિલા પોલીસે ખોવાયેલા 76 બાળકો ને 3 મહિના શોધી કાઢ્યા હતા. અને 54 બાળકો ની ઉમર 14 વર્ષ થી પણ ઓછી હતી. સીમા ના આ કાર્ય બદલ તેને એએસસાઈ નુ પ્રમોશન મળ્યુ હતુ
સીમા માટે આ કાર્ય આસાન નહોતુ. સૌપ્રથમ તો સીમા ઢાકા પર 2020 ના ઓગસ્ટમાં ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સીમા ઢાકાએ જણાવ્યું હતું કે તે ખૂબ જ પડકારજનક કાર્ય હતું પરંતુ આ બાળકોને શોધીને તેમના માતાપિતા પાસે પાછા લાવવા માટે તે સંકલ્પબદ્ધ હતી. સીમાને કહ્યું કે સૌથી પડકારજનક એ છે કે ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળથી એક સગીરને બચાવી હતી. પોલીસની ટીમે બાળાને શોધવા પૂરના સમયે બોટમાં મુસાફરી કરી અને બે નદીઓ પાર કરી. તેણે કહ્યું કે છોકરાની માતાએ બે વર્ષ પહેલા ફરિયાદ નોંધાવી હતી પરંતુ બાદમાં તેનું સરનામું અને મોબાઈલ નંબર બદલ્યો હતો. ફરિયાદના આધારે, પશ્ચિમ બંગાળમાં બાળકને શોધી કાઢવા માટે એક અભિયાન શરૂ કરાયું હતું. આ દરમિયાન તે એક નાનકડા ગાઈ હતી અને પૂર દરમિયાન બે નદીઓ પાર કરી. આખરે અમે બાળકને તેના સંબંધીથી બચાવવામાં સફળ થઈ.
સીમા ઢાકાએ જણાવ્યું કે તેણે દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબના બાળકોને બચાવ્યા છે. સીમાએ કહ્યું કે તે પોતે એક માતા છે અને ક્યારેય ઇચ્છશે નહીં કે બાળક તેના પરિવારથી અલગ રહે. તેણે જણાવ્યું હતું કે તેના સિનિયરોએ પણ આ મિશન માટે તેમને ખૂબ મદદ કરી હતી અને પ્રેરણા આપી હતી કે તે આ પ્રશ્નો હલ કરી શકે છે. સીમા ઢાકાએ જણાવ્યું કે તેમની ટીમે ગુમ થયેલ બાળકોને શોધવા માટે 24 કલાક કામ કર્યું છે.