આ સંસ્થા એ 28 લાખ ની FD તોડી ઓકસીજન ના સીલીન્ડર ની વ્યવસ્થા ઉભી કરી
કોરોના ના કહેર વચ્ચે અનેક સામાજીક સંસ્થાઓ લોકો ની મદદ કરી રહી છે અને અનેક અન્ય લોકો પણ મદદ એ આવી રહ્યા છે.
ત્યારે રાજકોટમાં પણ ઓકસીજન ની અછત પુરી કરવા સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બોલબાલા ટ્રસ્ટ દ્વારા પણ ઓક્સિજન સિલિન્ડરની સેવાઓ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા એ 28 લાખ ની FD તોડી ને 1 હજાર થી વધુ ઓકસીજન ના સીલીંડર ની ખરીદી કરી હતી અને જરુરિયાત મંદ લોકો સુધી આ સેવા પહોચાડી હતી.
આ તમામ સેવા સંસ્થા દ્વારા વિના મુલ્યે આપવામા આવી હતી પરંતુ ઓકસીજન સીલીન્ડર જે અપાયા છે તમાથી માત્ર 10 ટકા જ સીલીન્ડર પરત મળ્યા છે. જેના કારણે અન્ય જરુરીયાત મંદ માટે આ સેવા અટકી પડી છે.