ઉનાળા મા બે પગ વચ્ચે આવતી ખંજવાળ ને આ રીતે મટાડો
દરેક વ્યક્તિને પોતાના અંગતભાગોમાં ખંજવાળ આવની સમસ્યા દરેક વ્યક્તિને જોવા મળે છે અને એમાં ખાસ કરીને પુરુષોમાં બે પગોની વચ્ચે બહુ ખંજવાળ આવતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આજે ઘરેલુ ઉપચાર જણવીશું. નીચે કેટલાક ઉપાયો આપેલા છે, જે તમેં ટ્રાય કરી શકો છો.આ ઉપાયો કરતા પહેલા તમારે તબીબ પાસે તમારાં રોગની તપાસ જરૂર કરાવી.
ખંજવાળને દૂર કરવા માટે તમારે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે.
સરસીયાનું તેલ, ચૂનો અને પાણી દ્વારા આ માટે તમારે સૌ પ્રથમ સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લો. જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે.જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવી લો. દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવે છે.
લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જાય છે. નારીયેલ તેલમાં અને લીંબુનો રસ ભેળવીને હળવા હાથે માલીશ કરવાથી ખંજવાળમાં સારું થઇ જાય છે.