એકબીજાનો જીવ બચાવવા પાંચ મિત્રો પોતાનો જીવ ગુમાવ્યો! આખું ગામ દ્રવી ઉઠ્યું.
દુનિયામાં સૌથી અમૂલ્ય અને અતૂટ બંધન જે લોહીનો ના હોવા છતાં પણ એટલો જ કિંમતી છે, તે સંબંધ એટલે મિત્રતા! આજે આપણે એક એવી કરુણદાયક ઘટના વિશે જાણીશું કે ખરેખર તમારા આંખમાંથી આંસુઓ આવી જશે. તમારું હૈયું દ્રવી ઉઠશે કે, આખરે આવું બન્યું જ કેવી રીતે કે, ઈશ્વરનું પણ દિલ કેમ આવ્યું હશે એક સાથે પાંચ મિત્રોનો જીવ લેવા માટે.
આ વાત છે, ઝારખંડની ઘટના જ્યાં નહાવા આવેલા પાંચ બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.બધા બાળકોની ઉંમર 12 થી 13 વર્ષની વચ્ચે છે.આ બધા બાળકો ગાઢ મિત્રો હતા.મિત્રતા એવી હતી કે તેઓ એકબીજાને બચાવવા માટે એક પછી એક કૂદી ગયા હતા.પરંતુ તે ન તો બીજાને બચાવી શક્યા અને ન પોતાને બચાવી શક્યા.અકસ્માતની જાણ થતાં ગામજનો ઉપર તો આભફાટી ગયું.
આ ઘટના જોઈને લોકોમાં શોર મચી ગયો હતો.આ જોઈને આખું ગામ કાંઠે જમા થઇ ગયું હતું.ઘણા લોકો કૂદી પડ્યા.પરંતુ તેમના હાથ માત્ર મૃતદેહ જ મળ્યા.દરેકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા એક સાથે પાંચ બાળકો નો જીવ જતા ગામવાસીઓ અન્નજળનો ત્યાગ કરેલ અને તમામ લોકોની ખુશી છીનવાઇ ગઈ. મિત્રોની મિત્રતા કેવી અંકબંધ હતી કે એક બીજાની જાન બચાવવામાં પોતાના પ્રાણ ગુમાવી દીધા અને આખરે ખરેખર ઈશ્વર આ તમામ બાળકોને શાંતિ અર્પે.