એક દીકરી પોતાના પીતાની અસ્થીનું આનોખી રીતે વિસજર્ન કરીને શ્રધ્ધાજંલી આપી.
આપણા હિન્દૂ ધર્મમાં અંતિમ ક્રિયા બાદ એ વ્યક્તિની અસ્થીનું ગંગા કે બીજી કોઈ પવિત્ર નદીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે, જેથી તેની આત્મનાને મુક્તિ મળે. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે અને સૌ કોઈ પોતાના સ્વજનની અસ્થીઓનું વિસર્જન કરવા માટે હરિદ્વાર તેમજ અનેક પવીત્ર ધામમાં જતા હોય છે, ત્યારે આજે આપણે એક અનોખી શ્રદ્ધાંજલિ વિશે વાત કરવાની છે, જેનાં વિશે તમે જાણીને આશ્ર્ચર્ય પામી જશો.
એક દીકરી પોતાના પિતાની અસ્થીનું અનોખી રીતે વિસર્જન કર્યું કે, સદાય તેના પિતાની યાદ રહેશે.વાત જાણે એમ છે કે
રાજકોટના ભીમજીભાઈ બોડા કોરોના સારવાર વખતે ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા. બાદમાં તેમના પત્ની અને બે પુત્રીએ પિતાને વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ માટે તેમણે હળવદ નજીક જમીનમાં અસ્થિ મૂકીને પીપળો, વડ જેવા વૃક્ષ વાવ્યા. આ અંગે આરજુ બોડાએ કહ્યું કે, મારા પિતાનું મૃત્યુ ઓક્સિજનના અભાવે થયું હતું. તેથી તેમની યાદમાં ઓક્સિજન આપતા આ વૃક્ષો વાવ્યા છે, જેથી તેમના પિતાની યાદ કાયમ રહે. ખરેખર સાચું કહીએ તો આ દીકરી સમાજને એક નવી જ રાહ આપી છે. ત્યારે સૌ વ્યક્તિઓ માટે પ્રેરણાદાય બની છે. વૃક્ષ આપણું જીવન છે તેનું જતન કરવું આપણી ફરજ છે તેવી જ રીતે આપણા સ્વજનનો આત્મને શાંતિ અર્પવી એ આપણું કર્તવ્ય છે.