એક માં ની અરજ ઈશ્વરને પણ સાંભળવી પડી ! મૃત થયેલો દીકરો ચમત્કારિક રીતે જીવતો થયો.
હાલ આ દુનિયામાં ચમત્કાર થવા એ ખુબ કઠીન છે, પરંતુ ઈશ્વર પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી ચમત્કાર થાય છે એ નિશ્ચિત છે. હમેંશા આપણે આવા પ્રકારના ચમત્કાર ફક્ત ફિલ્મો માં જ જોયા હશે પરંતુ હાલમાં થયેલ આ એક અદભુત ચમત્કાર કે એક ૬ વર્ષનું બાળક કે જેને ડોકટરે મૃત જાહેર કરેલ હતું. તે બાળક પોતાની માતા તેના બાળક ને પકડી ને ખુબજ રડતી હતી અને તેને રડતા રડતા કહેતી હતી. ઉઠી જ મારા લાલ મારા દીકરા એવી રીતે રડતા રડતા તેની માં તેના મૃત બાળકને પુકારતી હતી. આ માતા ના દુઃખ ભર્યા અને કરૂણ અવાજ સાંભળતા ની સાથે એક ચમત્કાર થયો અને તે મૃત દીકરો ફરીવાર જીવિત થયો.
મળતી માહિતી અનુસાર બહાદુરગઢ માં રહેતા હિતેશભાઈ અને તેની પત્ની જાનવી તેના પુત્ર ને ટાઈફોઈડ થયે ગયેલ હતો, અને ત્યારબાદ તેની તબિયત વધારે બગડતા તેની સારવાર માટે તેને દિલ્લી લઇ જવામાં આવ્યો. ત્યારબાદ સારવાર દરમિયાન તા.૨૬ મેં ના રોજ તેનું મૃત્યુ થયેલ હતું. મૃત્યુના સમાચાર મળતા ની સાથે જ તેના પરિવાર માં માતમ છવાઈ ગયું હતું. અને તેની માતા ના હાલત ખુબજ ખરાબ થઇ ગયેલ હતી. ત્યારબાદ તે બાળકના મૃત શરીર ને બહાદુરગઢ લાવવામાં આવેલ હતો.
ત્યારબાદ તે બાળકની અંતિમ સંસ્કાર ની તૈયારી કરવામાં આવી, તે સમયે તેની માતા તેના મૃત શરીર ને આંખમાં આંસુ લઇ વળગી ને બેસેલી જ હતી. તેની માતા રડતા રડતા તેના બાળક ને પકડી ને બોલાવી કહેતી હતી મારા લાલ મારા બચા જાગી જા વારંવાર તેની માતા તેને આવીરીતે બોલાવતી હતી.
તેની માતા નો કરુણ અવાજ સાંભળી તેનું મૃત બાળક નું શરીર માં હલન-ચલન થવા લાગી. અને તેનો શ્વાસ ચાલવા લાગ્યો. બાળક ના પિતા હિતેશભાઈ એ આ જોઈ તેના બાળકને મોઢા દ્વારા શ્વાસ આપવાનું કર્યું. ત્યારબાદ બાળકના શરીર માં હલનચલનથતા તેને તાત્કાલિક ધોરણે રોહતક ની એક પ્રાઇવેટ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો. ત્યાં લઇ ગયા બાદ તેની જીવવાની આશા ફક્ત ૧૫% જ હતી. પરંતુ તાત્કાલિક ધોરણે તેની સારવાર થતા તેનું જીવ બચી ગયો હતો. અને એક અદભુત ચમત્કાર થયેલ હતો.