એક યુવાનનો જીવ બચાવવા વૃદ્ધ પોતાનો બેડ આપી દીધો! પોતાના પ્રાણ ગુમાવ્યા.
આ સમયમાં માનવતા થી મોટી કોઈ શક્તિ નથી! હાલમાં ઈશ્વર તો આપણી મદદ ન આવી શકે પરંતુ ઈશ્વરરૂપી માણસ અત્યારે ભગવાનનું કમી પુરી પાડી રહ્યા છે. ખરેખર આ યુગમાં એવા માણસો પણ છે જે પોતાના જીવ કરતા બીજાના પણ પ્રાણનું બલિદાન આપી દે છે.
મહારાષ્ટ્રના નાગપુરના નારાયણ ભાઉરાઉ દાભાડકર(85) હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન એક મહિલા તેના 40 વર્ષના પતિને લઈને હોસ્પિટલમાં પહોંચી, જોકે હોસ્પિટલે દાખલ કરવાથી ઈન્કાર કર્યો, કારણ કે બેડ ખાલી ન હતો મહિલા ડોક્ટરને વિનંતી કરવા લાગી.
આ વાતને સાંભળીને દાભાડકરે પોતાનું બેડ એ મહિલાના પતિને આપવા માટે હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત કરી. તેમણે કહ્યું, મેં મારી જિંદગી જીવી લીધી છે. મારી ઉંમર હવે 85 વર્ષની છે. આ મહિલાનો પતિ યુવા છે. તેની પર પરિવારની જવાબદારી છે. આ કારણે હવે તેને મારું બેડ આપી દો.
દભાડકરની વિનંતીને માનતાં હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવ્યું કે હું મારું બેડ બીજા દર્દી માટે મારી મરજીથી ખાલી કરી રહ્યો છું. એ પછી દાભાડકર ઘરે પરત ફર્યા. જોકે તેમની તબિયત બગડતી ગઈ અને તેમનું 3 દિવસ બાદ નિધન થઈ ગયું, ખરેખર આ વ્યક્તિ માનવતાનું મોટું ઉદાહરણ, બન્યા છે.