એવો અકસ્માત થયો કે કાકા અને ભત્રીજા નુ સાથે જ મોત થયુ
જાણવા મળતી વિગતો અનુસાર મહેસાણા ના ખેરાળુ ના નાનીવાડા પાસે કાર અને બાઇક વચ્ચે ભંયંકર અકસ્માત થયો હતો જેમાં સગા કાકા અને ભત્રીજા નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ.
સા સમગ્ર ઘટના ક્રમ મા એકસમાન મા બાઈક સવાર કાકા ભત્રીજા નુ મૃત્યુ થયુ હતુ અને કાર ચાલક ફરાર થય ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત મા મૃત્યુ પામનાર કાકા ભત્રીજા નુ નામ ભત્રીજો રીજવાન અને તેના કાકા યુસુફ પરમાર છે. તેવો ખેતરે થી પરત ફરી રહ્યા હતા ત્યારે ફુલ સ્પીડ મા આવતી કાર નં Gj02cp-6935 ટક્કર મારતા કાકા ભત્રીજા ફગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજા ઓ થતા હોસ્પીટલે ખસેડાયા હતા જયા તેમને મૃત જાહેર કરવામા આવ્યા હતા.