કરન મહેરા અને તેની પત્ની વચ્ચે એવુ તો શુ થયુ કે વાત તલાક સુધી પહોંચી ગઈ
યે રિશ્તા ક્યા કેહલતા હૈ ફેમ કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલના લગ્ન થી તલાકની આરે પહોંચી ગયા છે. જ્યારે નિશાએ તેના પતિ ઉપર હુમલો અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે, ત્યારે કરણ મેહરા કહે છે કે નિશાને કારણે તેના મગજમાં આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા. નિશાની ફરિયાદના આધારે પોલીસે કરણ મેહરાની ધરપકડ પણ કરી હતી. જોકે, તે જામીન પર છૂટી ગયો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કરણે નિશાના આરોપોને ફગાવી દીધા હતા કે તેણે દિવાલ સામે માથુ મારતા તેણે પોતાને ઈજા પહોંચાડી હતી. બીજી તરફ, નિશાના ભાઈનું કહેવું છે કે પુત્રની સારી ઉછેર માટે તે બીજાના ઘરો ના કચરા પોતા પણ કરવા તૈયાર છે.
નિશાના કહેવા પ્રમાણે, મેં તેને કહ્યું હતું કે તમારી પાસે પૈસા એકત્રિત કરવા માટે 12 વર્ષ છે…. બસ તમે કાવિશના ઉચ્ચ શિક્ષણની જવાબદારી સંભાળી લો. સાથે મળીને અમે અમારા પુત્રોને સારું ભવિષ્ય આપીશું. છેવટે, મેં શું ખોટું કહ્યું?
બીજી તરફ, નિશા રાવલના ભાઈનું કહેવું છે કે નીશાએ કાઈ રૂપીયા માગ્યા નથી. તે ઇચ્છે છે કે તેના બાળકની સારી સંભાળ લેવામાં આવે. તે પણ પુત્રની ખાતર મેકડોનાલ્ડ્સમાં કામ કરવા તૈયાર હતી. તે લોકોના ઘરો સાફ કરવા માટે પણ તૈયાર છે.
નિશાની મિત્ર મોનીષા કોટવાણીના જણાવ્યા અનુસાર, નિશા રાવલે કરણ મહેરાને બચાવવા માટે તેના ઘરેણાં પણ વેચી દીધા છે. નિશા રાવલે કરણને કહ્યું કે તેને પૂરી રકમ આપવાની જરૂર નથી. નિશા તેના પગ પર ઉભા રહેવા માંગે છે કારણ કે તેનો પુત્ર કવિશ તેની જવાબદારી છે.