Gujarat

કરુણતા : દિકરી ની લગ્ન ની ડોલી ઉઠવાને બદલે અરથી ઉઠી, લગ્ન ના આગલા દિવસે જ કોરોના ની મૃત્યુ થયુ

કરોના નો કહેર એટલી હદે વધી રહ્યો છે કે કરુણ ઘટનાઓ સામે આવી રહી છે ઘણી ઘટના ઓ એવી બની રહી છે જે આપણને અંદર સુધી હચમચાવી દે છે. એવી જ એક ઘટના વલસાડ મા પણ બની છે.

વલસાડ જીલ્લાના એક મોટાપોધા ગામ મા આ કરુણ ઘટના બની હતી. દીપકભાઈ પટેલ ની દીકરી મનીષા ના લગ્ન 23 એપ્રીલ એ હતા તે દીકરી અચાનક બીમાર પડી હતી અને કોરોના નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. લગ્ન ના થોડા દીવસ ની જ વાર હોવાથી લગ્ન ની કંકોત્રી પણ વહેંચાઈ ગય હતી. દીકરી નુ સ્થાનીક હોસ્પીટલ મા લગ્ન ના 2 દીવસ અગાવ જ મૃત્યુ થયુ હતુ.

મનિષા ને બચાવવા માટે પુરા પ્રયત્નો કર્યા હતા. ઈન્જેકશન ની જરુર હોવાથી સુરત ખાતે તેમના પરીવાર જનો દ્વારા ઈન્જેકશન ની વ્યવસ્થા કરવામા આવી હતી પરંતુ ઈન્જેકશન તેના સુધી પહોચે એ પહેલા જ તેનુ મૃત્યુ થયુ હતુ. આ ઘટના થી તેમ ના પરીવારજનો ખુબ દુખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!