કરોડપતિ યુવાન હેલિકોપ્ટરમાં બેસીને આવ્યો લગ્ન કરવા! જાણો આવું શા માટે કર્યું.
દરેક લોકોનું સપનું હોય છે કે, તેમના લગ્ન કંઈક ખાસ રીતે થાય જેથી જીવનભર તે સંભારણું યાદગાર બનીને રહે. આપણે જાન તો અનેક રીતે જોઈ હોય છે જેમાં વરરાજો ગાડી, બુલેટ, ઓડી, ઘોડી ઉપર સવાર થઈને પરણવા જાય છે પરંતુ અમે આપને એક વાત જણાવીશું જેના વિશે જાણીને ચોકી જશો. એક એવા અનોખા લગ્ન જેમાં વરરાજા અનોખી રીતે જ એન્ટ્રી કરીને સૌ ને ચોંકાવી દીધા હતા ને સૌ ની આંખો ખુલી જ રહી ગઈ.
હા સૌથી શાનદાર લગ્ન કહી શકો. આ યુવાને પહેલે થી જ લગ્ન આવી રીતે કરશે તેવું નક્કી કર્યું હતું. વડોદરાના સાવાલી ફેકટરીના માલિક વસંત પટેલના પુત્ર બાદલના લગ્ન ઝઘડીયાનાં પાણેથા ગામનાં ધારીખેડી સુગરના ડિરેકટર અતુલ પટેલની દીકરી અનલ સાથે થયા જેમાં બાદલની એન્ટ્રી ખૂબ જ ચર્ચાનો વિષય બની અન્ય પોતાની જાણ હેલિકોપ્ટરમાં બેસીને આવ્યો અને સાથો લીમોનીઝ પણ હતી.
સૌ કોઈ આ શાનદાર એન્ટ્રી જોઈને ચોકી ગયા અને ખરેખર આ અચરજ પમાવે તેવું હતું.હેલિકોપ્ટર લેન્ડિંગ થતા જ સૌ કોઈ ચોકિ ગયા હતાં આવા લગ્ન આપણે ભાગ્યે જ જોયા હશે કે કોઇ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની પ્રિયતમને પરણવા આવે ! આમ પણ આવા સપના પુરા કરવા સામાન્ય વ્યક્તિની વાત નથી પરતું સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને દરેકની ઈચ્છા થાય જ કે મારા લગ્ન પણ આવી રીતે થાય.