કામિની બહેન ના લીધે સાત લોકો ને નુવ જીવન મળશે, હદય,ફેફસા, કીડની,આખો, લીવર નુ દાન કર્યુ
આજ ના સમય મા અનેક લોકો ને કોઈને કોઈ ખોડ ખાપણ હોય છે અને તેના લીધે જીવન મા ઘણી મુશ્કેલી ઓ નો સામનો પણ કરતા હોય છે ત્યારે દુનિયા મા એવા લોકો ની પણ કમી નથી કે જે અંગદાન કરી બીજા લોકો માટે ભગવાન નુ રુપ બનતા હોય છે. આવી જ એક ઘટના સુરત મા બની છે. જેના લીધે 7 લોકો ને નવુ જીવન મળશે.
ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતીવ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.૧૭ મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. અને વધુ સારવાર માટે સુરત ની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા. જયા તેમને ડોક્ટર ની ટીમ દ્વારા 5 જુન ના રોજ કામીની બહેન ને બ્રેન ડેડ જાહેર કરાયા હતા.
ડૉક્ટરે તેમને અંગદાન નુ મહત્વ સમજાવ્યું હતુ. અને કામિની બેન ના પરીવાર જનો દ્વારા આ માનવતા ભર્યો નિર્ણય લેવાયો હતો. કામિની પટેલના પતિ ભરતભાઈ અમેરિકાના ટાઇની સ્માઇલિંગ ફેસિસ ગ્રુપ સહિતની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેવો એ જણાવ્યું હતુ કે. “મારી પત્ની બ્રેઇન-ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તેનાં અંગોના દાન થકી ઑર્ગનની જરૂરિયાતવાળા દરદીઓને નવજીવન અપાશે. ”
કામીની બહેન ના પાંચ મુખ્ય અંગ હદય,ફેફસાં,કિડની,લીવર અને ચક્ષુ દાન થી કોઈ ને નવુ જીવન મળશે અને આ તમામ અંગો થી કોઈ ના ચહેરા પર મુસ્કાન આવશે.