કિન્નરોનાં વિશે આ બે રહસ્ય વાતો તમેં જાણશો તો ચોંકી જશો.
આપણા સમાજમાં કિન્નરોને શુભ માનવામાં આવે છે, પરતું આજે પણ આપણા સમાજ તેમને પૂર્ણ રીતે સ્વીકાર નથી કરી શક્યો. આપણે તેમના આશિવાર્દને શુભ માનીએ છે અને તેમના દ્વારા બોલાયેલ એક એક વેણ સાચા પડે છે.
આજે આપણે કિન્નરોને જીવનની ખાસ વાતો વિશે જાણીશું કે કિન્નર કોની સાથે લગ્ન કરે છે તેંમજ કિન્નરનાં અંતિમ સંસ્કાર ની વિધિ કેમ કરવામાં આવે છે અને તેમના જીવન અનેક રહસ્ય વિશે આપણે જાણીશું.
ખાસ વાત એ કે કિન્નરો પણ પણ લગ્ન છે અને ઘણાં લોકોને આ વાતની જાણ પણ નહીં હોય. આશ્ચયની વાત એ છે કે, તેઓ એક દિવસ માટે સુહાગણ બને છે અને બીજે દિવસે તે વિધવા બની જાય છે. ભારતમાં કિન્નર અરાવન દેવતા સાથે લગ્ન કરે છે પણ લગ્નના બીજા જ દિવસે અરાવન દેવતાની મૃત્યુ સાથે તેમના લગ્ન પણ પૂરા થઇ જાય છે. સાથે જ કિન્નર અરાવન દેવતાથી પ્રાર્થના કરે છે કે હવે પછીના જન્મમાં તે સામાન્ય માણસના રૂપમાં જન્મ લે. કિન્નર સમુદાયના પોતાના નિયમ અને કાનૂન છે. કિન્નર અરાવન દેવતાની પૂજા ખૂબ જ શ્રદ્ધાની સાથે કરે છે. અરાવન દેવતાનો સંબંધ દક્ષિણ ભારતના તમિલનાડુથી છે.
અરાવન દેવતા પાછળ પૌરાણિક કથા છે. મહાભારત યુદ્ધ પહેલા પાંડવોએ મા કાલીની પૂજા કરી. આ પૂજામાં એક રાજકુમારની બલિ થવાની હતી. જેમાં અર્જુન અને નાગ કન્યા ઉલુપીનો પુત્ર અરાવન તૈયાર થયો પરંતુ તેને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એક દિવસ માટે કઇ રાજકુમારી અરાવન સાથે લગ્ન કરે અને બીજા દિવસે વિધવા બનવા તૈયાર થાય! કૃષ્ણે સ્વયંમ મોહિની રૂપ ધારણ કરીને અરાવન સાથે લગ્ન કર્યા બીજા દિવસે સવારે ઇરાવનની બલિ આપવામાં આવી અને શ્રીકૃષ્ણએ વિધવા બનીને વિલાપ કર્યો. એ ઘટનાને યાદ કરીને કિન્નર અરાવનને પોતાના ભગવાન માને છે.
કિન્નર અંતિમ વિધિ પણ ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે અને તેના મૃતદેહ ને ઉભા કરીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે. કિન્નર મૃત શરીર જોવુ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો સામાન્ય લોકો કિન્નરનો મૃતદેહ જોવે તો પછીના જીવનમાં તે કિન્નર બને છે.