Gujarat

કુદરતનો એવો કહેર વર્તાયો કે, 1 જ વર્ષમાં પરિવાર 6 સભ્યોનું આયુખું લઈ લીધું! પરિવારની કરુણઘટના વાંચીને આંખોમાં આંસુ આવી જશે.

કુદરત ક્યારેક એટલી કઠોર અને નિષ્ઠુર બની જતી હોય છે કે માનવી રાડ પાડી ઉઠે છે. રાજકોટનો એક કિસ્સો વીિ તમારું હ્રદય અંદરથી હચમચી ઉઠશે. રાજકોટના એક પરિવાર સાથે નસીબે એવો તે ખેલ ખેલ્યો કે એક જ વર્ષના ગાળામાં પરિવારના છ-છ મોભીઓને છીનવી લીધા. રાજકોટના ભાયાણી પરિવાર પર આભ ફાટી પડ્યું છે, જેમાં બે લોકોના બીમારીથી અને 4 લોકોના કૉરોનાથી મોત થયા હતા. હર્યોભર્યો ભાષાણી પરિવારનો માળો એક જ વર્ષમાં વિખાઈ ગયો હતો.

ખરેખર કુદરતની કૃપા જ્યારે વરસે છે, તે સૌથી ઉત્તમ પળ કહેવાય પરતું કુદરત જ્યારે માનવી પર આપત્તિઓ વરસાવે ત્યારે એ પળ સામે મનુષ્ય હારી જાય. ઈશ્વર મનુષ્ય જાતિને સુખ અને દુઃખ બંને આપે છે પરતું કહેવાય છે ને કે, વિધિના લખેલા લેખ ક્યારેય કોઈ મિટાવી નથી શકતું. હાલમાં જ સ્વજનોની વિદાય થી અનેક લોકો દુઃખી થયા છે કોઈ બાપ, મા ,ભાઈ, પતિ, મિત્ર અને એવા અનેક સંબંધો ગુમાવ્યા છે. જ્યારે ઘરના એક સભ્યની વિદાય થઈ જાય ત્યારે દુઃખનાં ડુંગર પડે છે પરતું વિચાર કરો ભગવાન પરિવાર દરેક સભ્યોના જીવ હરિ લે ત્યારે કેવું કરુણ દ્ર્શ્ય સર્જાય છે.

રાજકોટના એક એવા પરિવારની જ વાત કરવાની છે, જેમાં
મુળ કાલાવડ તાલુકાના ખડઘોરાજી ગામનો વતની ભાયાણી
પરિવાર પર ઈશ્વરનો કહેર વર્તાયો. ઘરના મોભી 58 વર્ષીય કિશોરભાઈ ભાયાણીનું અંદાજે સવા વર્ષ પહેલાં 30મી જાન્યુઆરી, 2020ના રોજ કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતું પરિવાર શોકમાંથી બહાર નોહતું આવ્યું ત્યાં તો જયવંત્તાબેન ભાયાણીનું 80 વર્ષની ઉંમર હાર્ટઅટેકથી નિધન થયું.

ભગવાન બે જીવ લઈ લીધા ત્યાં જ આ પરિવાર બીજા એક સભ્યનો જીવ કોરોના ન લીધે લઈ લીધો. કેહવાય કુદરત જ્યારે જે કરે છે ત્યારે કોઈનું હાલતું નથી. 3 લોકોના જીવ ગયા ત્યાં જ ફરી એકવાર સ્વ. કિશોરભાઈના 57 વર્ષીય પત્ની ગીતાબેનનું કોરોના લીધે નિધન થયું અને પાંચ દિવસ પછી ગીતા બહેનની દીકરીનું કોરોના ન લીધે નિધન થયું.

ઈશ્વરે પાંચ જીવને પોતાને દ્વારે બોલાવી લીધા પરતું હજી તેના આંગણે કોઈ ખોટ હશે કે, આ જ પરિવાર એક માત્ર પુરુષ સભ્ય જેના પાછળ પરિવાર નો ટેકો હતો એનું પણ કોરોના લીધે નિધન થયુ. જીતેન ભાયાણી પર કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. જીતેન તેમની પાછળ પત્ની, બે વર્ષનો દીકરો અને એક નાની બહેનને એકલા મૂકીને ચાલ્યા ગયા હવે બસ એમના જીવનમાં વિલાપની વેદના જ સહેવી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!