કુવારપાઠું ઉત્તમ ઔષધી છે! એક નહીં અનેક રોગોમેં મટાડી શકે છે.
કુવારપાઠાનું ગુણ જાણીએ ! સ્વાસ્થ્યવર્ધક તરીકે કુંવરપાઠું ખૂબ જ લાભદાયક છે, ચાલો જાણીએ કે, ક્યાં ક્યાં રોગોમાં કુંવારપાઠું રોગોમાં અમૃત સમાન છે. ત્યારે ચાલો આપણે ઘરેલુ ઉપચાર તરીકે જાણીએ કે કંઈ રીતે તમેં આ એક ઔષધીઓ છે.
કુવારપાઠાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે.આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુ:ખાવો, બળતરા, રતાશ વગેરે ખૂબ ઝડપથી મટે છે. તેનું ઘી જેવું લાબુ ૧-૧ ચમચી સવાર-સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો મટે છે.
માસિક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુઃખાવા સાથે આવતું હોય કે માસિકની બીજી કોઈ પણ ફરિયાદ હોય તો કુવારપાઠાના નિયમિત સેવનથી તે જરૂર મટે છે. હાલતા-દુ:ખતા દાંત પર તેનો રસ ઘસવાથી અને તેનો ટૂકડો ચાવવાથી રાહત થાય છે. આંખમાં તેનો રસ આંજવાથી આંખની તકલીફમાં રાહત થાય છે. ડાયાબીટીસમાં અકસીર છે.
કાયમી ગેસ, લીવર કે બરોળની તકલીફ, ભૂખ ન લાગવી, અજીર્ણ, શૂળ, અપચો, વગેરેમાં ઘઉના લોટમાં કુવારપાઠાનો રસ નાખી રોટલી-ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે.માથાના વાળના રક્ષણ માટે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી, વાળ સૂકવી દેવા. થોડા સમય બાદ માલિસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર, કાળા બને છે, તથા વાળની વૃદ્ધિ પણ થાય છે.